________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧
[ ૭૦૩]
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! અસિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! અનાદિ-અપર્યવસિત (અનંત) અસિદ્ધને અંતર નથી. અનાદિ સપર્યવસિત-સાંતને પણ અંતર નથી. | ७ एएसिणं भंते ! सिद्धाणं असिद्धाण यकयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा सिद्धा, असिद्धा अणंतगुणा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ સિદ્ધો અને અસિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સિદ્ધ, તેનાથી અસિદ્ધ અનંતગુણા છે. વિવેચન :
પ્રથમ ખંડમાં નવા પ્રતિપત્તિઓ દ્વારા સંસારી જીવોના ભેદ-પ્રભેદનું કથન છે. સંસારી જીવોમાં સિદ્ધના જીવોનો સમાવેશ થતો નથી. તેથી પ્રસ્તુત ખંડમાં સર્વ જીવોના વિષયમાં પણ નવ પ્રતિપત્તિઓ કહી છે. આ નવે ય પ્રતિપત્તિઓમાં જીવોના ભેદોમાં સંસારી અને સિદ્ધ બંને પ્રકારના જીવોનો સમાવેશ થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં સર્વ જીવોના બે પ્રકારનું કથન છે. સિદ્ધ અને અસિદ્ધઃ-જેઓએ આઠ પ્રકારના કર્મોનો ક્ષય કર્યો છે, જે કર્મ બંધનોથી સર્વથા મુક્ત થઈ ગયા છે તે સિદ્ધ છે. જે સંસારના તેમજ કર્મોના બંધનોથી મુક્ત નથી તે અસિદ્ધ છે. સિહોની સ્થિતિ - સિદ્ધ થયા પછી તે જીવ કદાપિ સંસારમાં જન્મ ધારણ કરતા નથી. તે જીવો સદાકાળ આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે. અનંતકાલ પર્યત તેમાં કોઈ પરિવર્તન થતું નથી તેથી તેની સ્થિતિ સાદિઅનંતકાલની છે. સિદ્ધ થાય ત્યારે તેની સ્થિતિની આદિ થાય છે પરંતુ તેનો અંત ક્યારે ય થતો નથી. અસિહોની સ્થિતિ :- અસિદ્ધ એટલે સંસારી. સંસારી જીવોના બે પ્રકાર છે– અભવી અને ભવી. જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા નથી તેવા અભવી જીવો હંમેશાં અસિદ્ધ–સંસારી જ રહે છે, તેની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. જે જીવોમાં મોક્ષ ગમનની યોગ્યતા છે તેવા ભવી જીવો જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે
ત્યારે તેની સંસારી અવસ્થાની સ્થિતિનો અંત આવે છે, તેથી તેની સ્થિતિ અનાદિ-સાંત છે. સિદ્ધ અને અસિદ્ધનું અંતર – સિદ્ધના જીવ અનંતકાલ પર્યત તે જ સ્થિતિમાં રહે છે, તે અવસ્થા ક્યારેય નાશ પામતી નથી. તેથી તેમાં અંતર નથી. અસિદ્ધ જીવોમાં અભવી જીવોની સ્થિતિ અનાદિ અનંત છે, તેથી તેમાં પણ અંતર શકય નથી. ભવી જીવો સિદ્ધ થાય છે પરંતુ સિદ્ધ થયા પછી તે પુનઃ અસિદ્ધ થતા નથી, તેથી તેમાં પણ અંતર નથી. આ રીતે સિદ્ધ કે અસિદ્ધ જીવ પોતાની અવસ્થા છોડીને પુનઃ તે અવસ્થા પ્રાપ્ત કરતા નથી, તેથી તેમાં અંતર નથી. સિદ્ધ-અસિદ્ધનું અલ્પબદુત્વઃ- સર્વથી થોડાસિદ્ધો છે અને તેનાથી અસિદ્ધો અનંતગુણા છે, એક નિગોદમાં રહેલા અનંતજીવોના અનંતમા ભાગના જીવો જ સિદ્ધ થાય છે, તેથી સિદ્ધના જીવોથી નિગોદના જીવો અનંતગુણા છે. સર્વ જીવોના બે પ્રકાર : સઇન્દ્રિય-અનિન્દ્રિય આદિ:| ८ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-सइंदिया चेव अणिदिया चेव । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે, યથા– સઇન્દ્રિય અને અનિન્દ્રિય. | ९ सइदिए णं भंते !सइदिएत्तिकालओ केवचिरं होइ ? गोयमा ! सइदिए दुविहे