________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧
૭૦૫ |
અયોગી છે. સયોગીમાં એકથી તેર ગુણસ્થાનવ જીવો અને અયોગીમાં ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો તથા સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન પણ સિદ્ધ અને અસિદ્ધ જીવોની જેમ જાણવું. (૪) સલેશી-અલેશી - કૃષ્ણાદિ છ લેગ્યામાંથી કોઈપણ વેશ્યાના પરિણામ સહિત હોય, તે સલેશી અને લેશ્યાના પરિણામ રહિત હોય તે અલેશી છે. સલેશીમાં એકથી તેર ગુણસ્થાન અને અલેશીમાં ચૌદમાં ગુણસ્થાનવર્તી જીવો અને સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન પણ પૂર્વવત્ જાણવું. (૫) સશરીરી-અશરીરી - ઔદારિક આદિ પાંચ શરીરમાંથી કોઈપણ શરીર સહિત હોય તેને સશરીરી અને શરીર રહિત હોય તેને અશરીરી કહે છે. શરીરી જીવોમાં એકથી ચૌદ ગુણસ્થાનવર્તી જીવો અને અશરીરીમાં સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન પણ પૂર્વવત્ જાણવું. સર્વ જીવોના બે પ્રકારઃ સવેદક અને અવેદક આદિ| ११ अहवा दुविहा सव्वजीवा पणणत्ता,तंजहा-सवेदगा चेव अवेदगा चेव ।
ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે– સવેદક અને અવેદક. |१२ सवेदएणंभंते !सवेदएत्तिकालओकेवचिरहोइ? गोयमा !सवेदए तिविहेपण्णत्ते, तंजहा- अणाइएवा अपज्जवसिए, अणाइए वासपज्जवसिए, साइए वासपज्जवसिए। तत्थ णं जे से साइए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतकालंअणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओकालओ,खेत्तओ अवटुंपोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સવેદક કેટલા સમય સુધી સવેદક રહે છે?ઉત્તર-હે ગૌતમ! સવેદકના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે તે સવેદની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળની છે. તે અનંતકાલ કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે, ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | १३ अवेयए णं भंते ! अवेयए त्ति कालओ केवचिरं होइ? गोयमा ! अवेयए दुविहे पण्णत्ते, तंजहा-साईए वा अपज्जवसिए,साइए वा सपज्जवसिए । तत्थणंजेसेसाइए सपज्जवसिए से जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं अतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અવેદક કેટલા સમય સુધી અવેદક રૂપે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! અવેદકના બે પ્રકાર છે– સાદિ સાંત અને સાદિ અનંત. તેમાં જે સાદિ સાંત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અવેદકપણે રહે છે. |१४ सवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! अणाइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं । अणाइयस्स सपज्जवसियस्स णत्थि अंतरं । साइयस्स सपज्जवसियस्स जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं अतोमुहुत्त । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સવેદકનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! સવેદકમાં અનાદિ અનંતનું અંતર નથી. અનાદિ સાંતનું પણ અંતર નથી. સાદિ સાંતનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.