________________
૬૯૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
નવવિધઃ આઠમી પ્રતિપત્તિ |PP/IP/PP/P/P/PP//
સંસારી જીવોના નવ પ્રકાર ઃ
१ तत्थ णं जे ते एवमाहंसु - 'णवविहा संसारसमावण्णगा जीवा' ते एवमाहंसुપુત્તવિવાડ્યા, મડવાડ્યા, તેડવાડ્યા, વાડવાડ્યા, વળHાડ્યા, નેવિયા, તેફળિયા, વડિિલયા, ચિલિયા ।
ભાવાર્થ - - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી આઠમી પ્રતિપત્તિમાં જે નવ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (ર) અપ્કાયિક (૩) તેજસ્કાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક (૬) બેઇન્દ્રિય (૭) તેઇન્દ્રિય (૮) ચૌરેન્દ્રિય (૯) પંચેન્દ્રિય.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ત્રસ અને સ્થાવર જીવોના પેટાભેદ કરીને સંસારી જીવોના નવ પ્રકાર કહ્યા છે. તેમાં સ્થાવર જીવોના પાંચ ભેદ છે– પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસ જીવોના ચાર ભેદ છે– બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય આ રીતે ૫+૪ = ૯ ભેદ થાય છે.
નવ પ્રકારના જીવોની સ્થિતિ અને કાયસ્થિતિઃ -
२ ठिई सव्वेसिं भाणियव्वा । पुढविक्काइयाणं संचिट्ठणा पुढविकालो जाव वाउक्काइयाणं। वणस्सइकाइयाणं वणस्सइकालो ।
बेइंदिया तेइंदिया चउरिंदिया संखेज्जकालं । पंचिंदियाणं सागरोवमसहस्सं साइरेगा। ભાવાર્થ:- સર્વ જીવોની સ્થિતિ પૂર્વવત્ જાણવી. પૃથ્વીકાયિકોની સંચિટ્ટણા એટલે કાયસ્થિતિ પૃથ્વીકાલ પ્રમાણ અસંખ્યાતકાલની છે. આ પ્રમાણે વાયુકાય સુધી જાણવું. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાળ (વનસ્પતિકાલ) છે. બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતકાલ છે અને પંચેન્દ્રિયોની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે.
વિવેચન :
સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાયની બાવીસ હજાર વર્ષ, અપ્લાયની સાત હજાર વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્ર, વાયુકાયની ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયિકની દશ હજાર વર્ષ. બેઇન્દ્રિયની બાર વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ દિવસ, ચૌરેન્દ્રિયની છ માસ અને પંચેન્દ્રિયની તેત્રીસ સાગરોપમ છે.
કાયસ્થિતિ :– સર્વ જીવોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૃથ્વીકાયની અસંખ્યાતકાલ– પૃથ્વીકાલ પ્રમાણ છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણકાલ પ્રમાણ તથા ક્ષેત્રથી અસંખ્યાત લોકના પ્રદેશ પ્રમાણ છે. તે જ રીતે અાયિક, તેજસકાયિક અને વાયુકાયિકની પણ કાયસ્થિતિ