________________
પ્રતિપત્તિ-૮
[ ૬૯૫]
પૃથ્વીકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. તે ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ અનંતકાલ છે.
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત કાળની છે. પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમની છે. નવ પ્રકારના જીવોનું અંતર :| ३ अंतरंसव्वेसि अणंतकालं । वणस्सइकाइयाणं असंखेज्जकालं। ભાવાર્થ-એક વનસ્પતિકાયના જીવોને છોડીને શેષ સર્વ જીવોનું અંતર અનંતકાલ છે, વનસ્પતિકાયિકોનું અંતર અસંખ્યાતકાલ–પુઢવિકાલનું છે. વિવેચનઃ
વનસ્પતિકાયને છોડીને શેષ આઠે પ્રકારના જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. તે જીવ પાછા અંતર્મુહુર્તમાં જ તે સ્થાનમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય અને ત્યાં અનંતકાલ પસાર કરીને ત્યાર પછી તે સ્થાનમાં ઉત્પન્ન થાય, તો વનસ્પતિકાલ પ્રમાણ અનંતકાલનું અંતર થાય છે.
વનસ્પતિનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલનું છે, કારણ કે વનસ્પતિકાયિક જીવ વનસ્પતિ સિવાયના સ્થાનોમાં જન્મ-મરણ કરે, તો ત્યાં અસંખ્યાતકાલ જ પસાર થાય છે. તેનાથી અધિક સમય કયાંય થતો નથી. તે જીવ અસંખ્યાતકાલ પછી પુનઃ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે તેથી વનસ્પતિનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાતકાલનું થાય છે. નવ પ્રકારના જીવોનું અલ્પબદુત્વઃ| ४ अप्पाबहुगं-सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया,तेइंदिया विसेसाहिया, बेइदिया विसेसाहिया,तेउक्काइया असंखेज्जगुणा,पुढविकाइया विसेसाहिया,आउकाइया विसेसाहिया,वाउकाइया विसेसाहिया, वणस्सइकाइया अणतगुणा।
सेतंणवविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता। ભાવાર્થ :- સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે. તેનાથી ચોરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી તેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી બેઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે. તેનાથી પૃથ્વીકાયિક, અષ્કાયિક, વાયુકાયિક ક્રમથી વિશેષાધિક છે અને તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે.
આ પ્રમાણે નવવિધ સંસાર સમાપકોનું કથન પૂર્ણ થયું. વિવેચન :
(૧) સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે, (૨) તેનાથી ચૌરેન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે અલ્પ ઇન્દ્રિયવાળા જીવો ક્રમશઃ અધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, (૪) તેનાથી બેઇન્દ્રિય