________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના નારકીઓ યાવતુ અપ્રથમ સમયના દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો, તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા, તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે. આ પ્રમાણે આઠ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન થયું.
વિવેચન :
૬૯૨
પ્રસ્તુત સૂત્રોમાં આઠ પ્રકારના જીવોના અલ્પબહુત્વનું કથન ચાર પ્રકારે કર્યું છે. (૧) પ્રથમ સમયના નૈરવિકાદિનું અપબહુત્વ ઃ– નરક, મનુષ્ય અને દેવ, આ ત્રણ ગતિમાં એક સાથે અસંખ્યાતા જીવોની ઉત્પત્તિ થાય છે, તેથી પ્રથમ સમયવર્તી અસંખ્યાતા જીવો પ્રથમ સમયના નારકી, પ્રથમ સમયના મનુષ્ય અને પ્રથમ સમયના દેવ કહેવાય છે. તિર્યંચગતિમાં એક સાથે અનંત જીવોની ઉત્પત્તિ થાય છે, પરંતુ નરકાદિ ત્રણ ગતિમાંથી તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે, તે જ પ્રથમ સમયના તિર્યંચ કહેવાય છે. તેવા જીવો અસંખ્યાતા જ હોય છે. આ રીતે ચારે ગતિના પ્રથમ સમયવી જીવો અસંખ્યાતા છે. તેમ છતાં તેમાં રહેલી તરતમતાનું કથન અલ્પબહુત્વ દ્વારા થાય છે, યથા- ૧. સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે. ૨. તેનાથી પ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે મનુષ્યોમાં ઉત્પન્ન થનારા જીવો કરતાં નરકમાં ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા અધિક હોય છે. ૩. તેનાથી પ્રથમ સમયના દેવો અસંખ્યાત ગુણા છે. વ્યંતર અને જ્યોતિષી દેવોમાં એક સમયમાં ઉત્પન્ન થનારા જીવો નૈયિકોથી વધુ હોય છે. ૪. તેનાથી પ્રથમ સમયના તિર્યંચો અસંખ્યાતગુણા છે. તિર્યંચગતિમાં જીવોની ઉત્પત્તિ સૌથી અધિક છે. જો કે તિર્યંચગતિમાં નિગોદની અપેક્ષાએ અનંતા જીવો ઉત્પન્ન થાય છે, પરંતુ ત્રણ ગતિમાંથી આવીને તિર્યંચગતિમાં જન્મ ધારણ કરનારા જીવોની જ પ્રથમ સમયના નિયંચમાં ગણના થાય છે, તેવા જીવો અસંખ્યાતા જ હોય છે. તેથી તેને અનંતગુણા નહીં પરંતુ અસંખ્યાતગુણા જ કહ્યા છે.
(૨) અપ્રથમ સમયના નારકી આદિનું અપબહુત્વ – ૧. સર્વથી ચોડા અપ્રથમ સમયના મનુષ્યો છે, કારણ કે ચારે ગતિના જીવોમાં મનુષ્યોની સંખ્યા અલ્પ છે. ૨. તેનાથી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે. ૩. તેનાથી અપ્રથમ સમયના દેવો અસંખ્યાતગુણા છે, કારણ કે વ્યંતર અને જ્યોતિષી દેવોની સંખ્યા નૈરયિકોથી વધુ છે. ૪. તેનાથી અપ્રથમ સમયના તિર્યંચો અનંતગુણા છે, કારણ કે સર્વ વનસ્પતિ જીવોનો તેમાં સમાવેશ છે. જો કે પ્રથમ સમયના તિર્યંચો તો અસંખ્યાતા જ હોય છે પરંતુ અપ્રથમ સમયના તિર્યંચોની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તે જીવો અનંતગુણા થઈ જાય છે.
(૩) ચારે ગતિમાં પૃથ-પૃથક્ અપબહુત્વ :– ૧. સર્વથી થોડા પ્રથમ સમયના નારકીઓ છે. એક સાથે અસંખ્યાતા જીવની ઉત્પત્તિ થવા છતાં તેની સંખ્યા અલ્પ હોય છે. ૨. તેનાથી અપ્રથમ સમયના નારકીઓ અસંખ્યાતગુણા છે, કારણ કે પ્રથમ સમયના નારકીઓમાં ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી જીવોનો જ સમાવેશ થાય છે, જ્યારે અપ્રથમ સમયના નારકીઓની સ્થિતિ દીર્ઘકાલની હોવાથી તે અસંખ્યાતગુણા થઈ જાય છે. તે જ રીતે ચારે ગતિના જીવોમાં જાણવું, પરંતુ અપ્રથમ સમયના તિર્યંચો અનંતા હોવાથી તે અનંતગુણા છે. (૪) પ્રથમ—અપ્રથમ સમયના નારકી આદિનું સમ્મિલિત અપબહુત્વ :– ૧. સર્વથી થોડા પ્રથમ સમયના મનુષ્યો છે. એક સમયમાં સંમૂર્ચ્છિમ મનુષ્યોની અપેક્ષાએ અસંખ્યાતા ઉત્પન્ન થવા છતાં તેની સંખ્યા અલ્પ છે. ૨. તેનાથી અપ્રથમ સમયના મનુષ્યો અસંખ્યાતગુણા છે. તેની સ્થિતિ પ્રથમ સમયના