________________
| દ૯૦]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વિવેચન :
પ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ છે. જેમ કે દશ હજાર વર્ષની સ્થિતિવાળા કોઈ નારકી પોતાના પ્રથમ સમયની સ્થિતિ પૂર્ણ કરી ૧૦,૦૦૦વર્ષનું આયુષ્ય ભોગવીને નરકથી નીકળીને અંતર્મુહૂર્તકાળ પર્યત તિર્યંચગતિમાં રહીને ફરી નરકમાં ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ છે. તે જીવ નરકમાંથી નીકળીને વનસ્પતિમાં અંનતકાળ વ્યતીત કરે અને ત્યાર પછી નરકમાં ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર થાય છે.
અપ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય સમયાધિક અંતર્મુહુર્ત છે. કોઈ જીવ નરકમાંથી નીકળીને તિર્યંચગતિમાં અંતર્મુહુર્તનું આયુષ્ય ભોગવીને ફરીથી નરકમાં ઉત્પન્ન થાય, તો તે જીવ ઉત્પત્તિના સમયે પ્રથમ સમયનો નૈરયિક છે અને ત્યાર પછી અપ્રથમ સમયનો નૈરયિક કહેવાય છે, તેથી અપ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય એક સમય અધિક અંતર્મુહૂર્તનું થાય છે. પરંતુ ઉત્પત્તિનો પ્રથમ સમય અંતર્મુહૂર્તમાં જ સમાવિષ્ટ થઈ જવાથી સૂત્રકારે અંતર્મુહૂર્તનું અંતર કહ્યું છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે.
પ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ પ્રમાણ છે. તે આ પ્રમાણે સમજવું–કોઈ જીવતિર્યંચમાં ક્ષુલ્લક ભવનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યાં પણ તે મનુષ્યના ક્ષુલ્લક ભવનું આયુષ્ય ભોગવે અને પુનઃ તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય તો પ્રથમ સમય તિર્યંચનું અંતર એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ પ્રમાણ થાય છે. પ્રથમ સમયના તિર્યંચનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ જીવ તિર્યંચ ગતિમાં અનંતકાલ ભવભ્રમણ કરે, તે અનંતકાલ પર્યત અપ્રથમ સમય તિર્યચપણે રહે (અન્ય ત્રણ ગતિમાંથી આવીને તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે જ તે પ્રથમ સમયનો તિર્યંચ ગણાય,) તિર્યંચમાંથી જ તિર્યંચમાં ઉત્પન્ન થાય તે તો અપ્રથમ સમયનો તિર્યંચ જ છે, તેથી તિર્યંચગતિમાંથી નીકળી એકાદ ભવ મનુષ્યનો કરીને પુનઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે અને તિર્યંચાયુના પ્રથમ સમયનું વેદન કરે ત્યારે તે પ્રથમ સમયનો તિર્યંચ થાય છે. આ રીતે પ્રથમ સમયના તિર્યંચનું અંતર અનંતકાલનું થાય છે.
અપ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય અધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું છે. જેમ કે કોઈ જીવતિર્યંચગતિમાં આયુષ્યના ચરમ સમય પર્યત અપ્રથમ સમય તિર્યંચ કહેવાય છે. તે આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યમાં મનુષ્ય સંબંધી ક્ષુલ્લકભવના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય ત્યાં પ્રથમ સમય પછી અપ્રથમ સમયનો તિર્યંચ થાય છે, તેથી અપ્રથમ સમયના તિર્યંચનું જઘન્ય અંતર એક સમયાધિક ક્ષુલ્લકભવ પ્રમાણ થાય છે અને તે જીવ નરકાદિ ત્રણે ગતિમાં અનેક જન્મ-મરણ કરે ત્યારે નારકી-દેવોમાં સાગરોપમના આયુષ્ય ભોગવે અને તેની વચ્ચે મનુષ્યના ભવ કરે, આ રીતે ગમનાગમન કરતાં અનેક સો સાગરોપમ પર્યત પરિભ્રમણ કરીને પુનઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરીને અપ્રથમ સમયને પામે છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું થાય છે.
પ્રથમ સમયના મનુષ્યનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટવનસ્પતિકાલ પ્રમાણ છે, તે આ પ્રમાણે સમજવું–કોઈ પ્રથમ સમયનો મનુષ્ય પોતાનું અપ્રથમ સમયનું ક્ષુલ્લકભવનું આયુષ્ય પૂર્ણ કરીને ક્ષુલ્લકભવના આયુષ્ય સહિત તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્યમાં ઉત્પન્ન થઈને પ્રથમ સમયનો મનુષ્ય થાય તો તેનું જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર ઘટિત થાય છે. મનુષ્યના ભવમાં તે પ્રથમ સમયે પ્રથમ સમયનો મનુષ્ય હતો, ત્યાર પછીનો અપ્રથમ સમયનો કાલ તેના અંતરની ગણનામાં આવે છે, તેથી તેના બે ક્ષુલ્લક ભવમાં એક સમય ખૂન કહ્યો છે અને જો તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય, ત્યાં અનંતકાલ પરિભ્રમણ કરે અને ત્યાર પછી મનુષ્યમાં