________________
| પ્રતિપત્તિ-૭
[ ૬૮૯]
વિવેચનઃ
પ્રથમ સમયના નૈરયિકોની કાયસ્થિતિ એક જ સમયની છે, કારણ કે પ્રથમ સમય’ વિશેષણ એક સમય સુધી જ હોય છે, ત્યાર પછી તે પ્રથમ સમયના નૈરયિક ન કહેવાય. તેની કાયસ્થિતિ એક જ સમયની છે. તે જ રીતે પ્રથમ સમયના તિર્યચ, પ્રથમ સમયના મનુષ્ય અને પ્રથમ સમયના દેવોની કાયસ્થિતિ એક સમયની છે.
અપ્રથમ સમયના નૈરયિક અને દેવોની કાયસ્થિતિ તેની ભવસ્થિતિની સમાન છે. પ્રથમ સમય વ્યતીત થઈ જાય પછી જીવન પર્યંત તે અપ્રથમ સમયના નૈરયિક કહેવાય છે. તેની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ૩૩ સાગરોપમની છે.
અપ્રથમ સમયના તિર્યંચની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અનંતકાલની છે. તે જીવ તિર્યંચગતિમાં ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય તો ત્યાં અનંતકાલ પસાર કરે છે. અનંતકાલ પર્યત તે જીવ અપ્રથમ સમયનોતિર્યંચ કહેવાય છે, તેથી અપ્રથમ સમયના તિર્યંચની કાયસ્થિતિ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે.
અપ્રથમ સમયના મનુષ્યની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન અનેક ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. તે જીવ મનુષ્યગતિમાં ક્રોડપૂર્વવર્ષના આયુષ્યના સાત ભવ અને આઠમો ભવ ત્રણ પલ્યોપમની સ્થિતિના યુગલિકપણે કરે, તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત ક્રોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય, તેમાંથી પ્રથમ સમયને ન્યૂન કરતાં ઉપરોક્ત સ્થિતિ ઘટિત થાય છે. આઠ પ્રકારના જીવોનું અંતર :| ४ आर-पढमसमयणेरड्यस्सजहण्णेणंदसवाससहस्साइंसोमुत्तममहियाई उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयणेरइयस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणंवणस्सइकालो।
पढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणं दोखडागभवग्गहणाइं समय उणाई. उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणंखुड्डागभवग्गहणं समयाहियं उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेग।।
पढमसमयमणुस्सस्स जहण्णेणं दो खुड्डागभवग्गहणाईसमय ऊणाई, उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयमणुस्सस्सजहण्णेणखुड्डागभवग्गहणसमयाहिय,उक्कोसेण वणस्सइकालो। देवाणं जहाणेरइयाणं । ભાવાર્થ :- પ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે.
પ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય ન્યુન બે ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય સમયાધિક એક ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે.
પ્રથમ સમયના મનુષ્યનું જઘન્ય અંતર એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અપ્રથમ સમયના મનુષ્યનું અંતર જઘન્ય સમયાધિક ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. પ્રથમ અને અપ્રથમસમયના દેવોનું અંતર નારકીની જેમ જાણવું.