________________
૬૮૬
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સાતમી પ્રતિપત્તિ. પાકારક
સંક્ષિપ્ત સાર
આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના આઠ ભેદોનું કથન છે.
ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદ છે. તે ચાર પ્રકારના જીવોના પ્રથમ સમય અને અપ્રથમ સમય રૂપ ભેદની વિવક્ષાથી તેના આઠ ભેદ થાય છે. સ્થિતિ- નારકી આદિ ચાર પ્રકારના પ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ એક સમયની જ છે, કારણ કે “પ્રથમ સમય’ વિશેષણ જ તેની એક સમયની સ્થિતિને સૂચિત કરે છે. નારકી આદિચાર પ્રકારના અપ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ, તેની ભવસ્થિતિમાંથી એક સમય ન્યૂન કરવાથી આવે છે. કાયસ્થિતિ- નારકી આદિ ચાર પ્રકારના પ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ તેની સ્થિતિ અનુસાર એક સમયની જ છે કારણ કે કાયસ્થિતિ કોઈ પણ પર્યાયના સાતત્યને સૂચિત કરે છે જ્યારે “પ્રથમ સમય’ શબ્દ પ્રયોગ તેની એક સમયની કાલમર્યાદાને જ સૂચિત કરે છે.
નારકી આદિ ચાર પ્રકારના અપ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ પણ તે-તે ગતિના જીવોની કાયસ્થિતિમાંથી એક સમય ન જાણવી. અંતર– પ્રથમ સમયના નારકી અને પ્રથમ સમયના દેવનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે.
પ્રથમ સમયના મનુષ્ય અને પ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે.
અપ્રથમ સમયના નારકી અને દેવતાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળનું છે. અપ્રથમ સમયના તિર્યંચનું અંતર જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું છે. અપ્રથમ સમયના મનુષ્યનું અંતર જઘન્ય એક સમય અધિક ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અલ્પબહત્વ-ચારે ગતિમાં ઉત્પન્ન થતાં જીવોની સંખ્યાના આધારે ચારે પ્રકારના પ્રથમ સમયવર્તી જીવોનું અલ્પબદુત્વ થાય છે. તેમાં સર્વથી થોડા પ્રથમ સમયવર્તી મનુષ્યો અને તેનાથી નારકી, દેવો અને તિર્યંચો ક્રમશઃ અસંખ્યાતગુણા છે. તે જ રીતે ચારે પ્રકારના અપ્રથમ સમયવર્તી જીવોનું પણ અલ્પબદુત્વ થાય છે. પરંતુ અપ્રથમ સમયવર્તી તિર્યંચો અનંતગુણા છે.
પ્રસ્તુત પ્રતિપત્તિમાં ઉપરોક્ત ભેદોને અવલંબીને વિવિધ પ્રકારે અલ્પબદુત્વનું કથન કર્યું છે.