________________
પ્રતિપત્તિ-૭
૬૮૭ |
- અષ્ટવિધઃ સાતમી પ્રતિપત્તિ | 2222222222222 સંસારી જીવોના આઠ પ્રકાર:| १ तत्थ णं जेते एवमाहंसु-'अट्ठविहा संसारसमावण्णगा जीवा' ते एवमाहंसुतं जहा-पढमसमयणेरइया,अपढमसमयणेरड्या, पढमसमयतिरिक्खजोणिया, अपढमसमय तिरिक्खजोणिया,पढमसमयमणुस्सा,अपढमसमयमणुस्सा,पढमसमयदेवा,अपढमसमयदेवा। ભાવાર્થઃ- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિમાંથી સાતમી પ્રતિપત્તિમાં જે આઠ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમયના નારકી (૨) અપ્રથમ સમયના નારકી (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયનાતિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬) અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ અને (૮) અપ્રથમના સમય દેવ. વિવેચન:
ત્રીજી પ્રતિપત્તિમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદ કર્યા છે. તે જ ચાર ભેદના અહીં બે-બે ભેદ કરીને આઠ ભેદ કર્યા છે. પદમણ ખેરા :- જે જીવનરકાયુના પ્રથમ સમયનું વેદન કરે છે તેને પ્રથમ સમયના નારકી કહે છે અને નારકાયુના દ્વિતીયાદિ સમયનું વેદન કરે તેને અપ્રથમ સમયના નારકી કહે છે અર્થાત્ ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી નારકી પ્રથમ સમયના નારકી કહેવાય છે અને ત્યાર પછી જીવન પર્યત અપ્રથમ સમયના નારકી કહેવાય છે. તે જ રીતે અન્ય ત્રણ ગતિમાંથી આવીને કોઈ જીવતિર્યંચગતિમાં જન્મ ધારણ કરે અને તિર્યંચાયુના પ્રથમ સમયનું વેદન કરે તેને પ્રથમ સમય તિર્યંચ કહે છે અને તે તિર્યંચ જીવ શેષ જેટલો કાલતિર્યંચગતિમાં રહે, તિર્યંચાયુનું વેદન કરે, તેટલો સમય તેને અપ્રથમ સમયનો તિર્યંચ કહે છે. તે જીવ વનસ્પતિમાં અનંતકાલ તિર્યચપણે રહે, તો તે જીવ અનંતકાલ પર્યત અપ્રથમ સમયનો તિર્યંચ કહેવાય છે. આ જ રીતે પ્રથમ-અપ્રથમ સમયના મનુષ્ય અને દેવ પણ સમજવા. આઠ પ્રકારના જીવોની સ્થિતિ:| २ पढमसमयणेरइयस्स णं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं एक्कंसमयं । अपढमसमयणेरइयस्स जहण्णेणंदसवाससहस्साई समय ऊणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं समय ऊणाई।
पढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणं एक्कंसमयं, उक्कोसेणं एक्कंसमयं । अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणंखुड्डागंभवग्गहणंसमय ऊणं, उक्कोसेणं तिण्णि पलिओवमाइसमय ऊणाई।
एवं मणुस्साण वि जहा तिरिक्खजोणियाणं । देवाणं जहाणेरइयाणं ठिई। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના નારકીની સ્થિતિ કેટલી છે?