________________
પ્રતિપત્તિ-૫
s
સમુચ્ચય બાદર જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાલ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ તે જ બાદર જીવોનું અંતર છે. કોઈ જીવ બાદરપણાનો ત્યાગ કરીને સૂક્ષ્મમાં ઉત્પન્ન થાય, ત્યાં પૃથ્વીકાલ અર્થાત્ અસંખ્યાતકાલ રહે ત્યાર પછી પુનઃ બાદરપણે ઉત્પન્ન થાય તો તેનું અંતર અસંખ્યાતકાલનું થાય છે. આ અસંખ્યાતકાલ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે.
બાદર પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયનું અંતર વનસ્પતિકાલ-અનંતકાલ પ્રમાણ છે. તે જીવો નિગોદમાં જાય ત્યાં સૂક્ષ્મ કે બાદર નિગોદપણે જન્મ-મરણ કરતાં ઉત્કૃષ્ટ અનંતકાલ–અઢી પુદ્ગલ પરાવર્તન પસાર કરે, ત્યાર પછી પ્રત્યેક વનસ્પતિપણે અને પ્રત્યેક વનસ્પતિનો જીવ પુનઃ બાદર પૃથ્વી આદિપણે ઉત્પન્ન થાય ત્યારપછી પુનઃ બંને નિગોદમાં જન્મ મરણ કરે આ રીતે નિગોદમાં તથા અન્ય સ્થાનોમાં ભવભ્રમણ કરે તો તે જીવનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ– વનસ્પતિકાલનું થાય છે. આ વનસ્પતિકાલ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અને તે અનંતકાલમાં આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન થાય છે.
બાદર વનસ્પતિકાય, સમુચ્ચય નિગોદ અને બાદર નિગોદનું અંતર પૃથ્વીકાલ–અસંખ્યાતકાલનું છે કારણ કે નિગોદ સિવાયના અન્ય સ્થાનમાં કાયસ્થિતિ અસંખ્યાતકાલની જ છે. તે જીવ નિગોદ સિવાયના અન્યસ્થાનમાં અસંખ્યાતકાલ પસાર કરીને પુનઃ નિગોદમાં ઉત્પન્ન થાય તો તેનું અસંખ્યાતકાલનું અંતર થાય છે.
બાદર ત્રસ જીવોનું અંતર પણ વનસ્પતિકાલ-અનંતકાલનું છે. આ જ રીતે તે તે જીવોના પર્યાપ્તા અને અપર્યાપ્તાનું અંતર સમજવું જોઈએ. બાદર જીવોનું અલ્પબહુત્વ :
1
२६ अप्पाबहुयं - सव्वत्थोवा बायरतसकाइया, बायरतेडक्काइया असंखेज्जगुणा, पत्तेयसरी - बादरवणस्सइकाइया असंखेज्जगुणा, बायरणिगोया असंखेज्जगुणा, बायरपुढविकाइया असंखेज्जगुणा, बायरआउ वाउ असंखेज्जगुणा, बायरवणस्सइकाइया अनंतगुणा बारा विसेसाहिया। एवं अपज्जत्तगाण वि । पज्जत्तगाणं सव्वत्थोवा बायरतेडक्काइया, बायरत काइया असंखेज्जगुणा, पत्तेयसरीर बायरा असंखेज्जगुणा, सेसा तहेव जावबादरा विसेसाहिया। ભાવાર્થ :- સમુચ્ચય બાદર જીવોનું અલ્પબહુત્વ :– સર્વથી થોડા બાદર ત્રસકાય, તેનાથી બાદર તેજસ્કાય અસંખ્યાતગુણા, તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય અસંખ્યાત ગુણા, તેનાથી બાદર નિગોદ અસંખ્યાતગુણા, તેનાથી બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા, તેનાથી બાદર અપ્કાય, બાદર વાયુકાય ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી બાદર વનસ્પતિકાયિક અનંતગુણા, તેનાથી બાદર જીવો વિશેષાધિક. અપર્યાપ્ત બાદર જીવોનું અલ્પબહુત્વ :– સમુચ્ચય બાદર અનુસાર જાણવું.
પર્યાપ્ત બાદર જીવોનું અલ્પબહુત્વઃ– સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત, તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગુણા, તેનાથી બાદર પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા, તેનાથી બાદરનિગોદ(શરીરી) પર્યાપ્ત અસંખ્યાતગુણા, તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા, તેનાથી બાદર અપ્કાય, બાદર વાયુકાય પર્યાપ્ત ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનંતગુણા, તેનાથી બાદર પર્યાપ્ત જીવો વિશેષાધિક છે.