________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
२७ एएसि णं भंते! बायराणं पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ? गोयमा ! सव्वथोवा बायरा पज्जत्ता, बायरा अपज्जत्तगा असंखेज्जगुणा, एवं सव्वे जाव बायरतसकाइया ।
૬૬૪
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્! બાદર પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર— હે ગૌતમ ! સર્વથી થોડા બાદર પર્યાપ્ત છે અને બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. બાદર પર્યાપ્તની નિશ્રામાં અસંખ્યાત બાદર અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. આ જ રીતે ત્રસકાય પર્યંત કથન કરવું. २८ एएसि णं भंते ! बायराणं, बायरपुढविकाइयाणं जाव बायरतसकाइयाण य पज्जत्तापज्जत्ताणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
गोयमा ! सव्वत्थोवा बायरतेडक्काइया पज्जत्तगा, बायरतसकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बायरतसकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरी रबायर वणस्सइकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बायरणिगोया पज्जत्तगा असखेज्जगुणा, पुढवि आउ वाउकाइया पज्जत्तगा असंखेज्जगुणा, बायरतेडकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, पत्तेयसरीरबायवणस्सइ अपज्जत्ता असंखेज्जगुणा, बायरा णिगोदा अपज्जत्तगा असंखेज्जगुणा, बायरपुढविआङवाउकाइया अपज्जत्तगा असंखेज्जगुणा, बायरवणस्सइ पज्जत्तगा अनंतगुणा, बादरपज्जत्तगा विसेसाहिया, बायरवणस्सइकाइया अपज्जत्तगा असंखेज्जगुणा बायरा अपज्जत्तगा विसेसाहिया, बायरा विसेसाहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! બાદર જીવોમાં, બાદર પૃથ્વીકાય યાવત્ બાદર ત્રસ કાય તથા તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત, (૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાતગુણા, (૩) તેનાથી બાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૪) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાત ગુણા, (૫) તેનાથી બાદર નિગોદ(શરીર) પર્યાપ્ત અસંખ્યાત ગુણા, (૬-૮) તેનાથી પૃથ્વી-અપ્-વાયુકાય પર્યાપ્ત ક્રમથી અસંખ્યાતગુણા, (૯) તેનાથી બાદર તેજસ્કાય અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૦) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૧) તેનાથી બાદર નિગોદ અપર્યાપ્ત અસંખ્યાતગુણા, (૧૨-૧૪) તેનાથી બાદર પૃથ્વીઅપ્-વાયુકાય અપર્યાપ્ત અસંખ્યાતગુણા (૧૫) તેનાથી બાદર વનસ્પતિ પર્યાપ્ત અનંતગુણા છે, (૧૬) તેનાથી બાદર પર્યાપ્ત વિશેષાધિક, (૧૭) તેનાથી બાદર વનસ્પતિ અપર્યાપ્ત અસંખ્યગુણા, (૧૮) તેનાથી બાદર અપર્યાપ્ત વિશેષાધિક, (૧૯) તેનાથી બાદર વિશેષાધિક છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોના અલ્પબહુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે.
(૧) સમુચ્ચય બાદર જીવોનું અલ્પબહુત્વઃ– સમુચ્ચય બાદર જીવોનું અલ્પબહુત્વ બાદર અપર્યાપ્તાની મુખ્યતાએ છે, કારણ કે બાદરમાં અપર્યાપ્તા જીવો જ વધુ હોય છે.(૧) સર્વથી થોડા બાદર ત્રસકાયિક છે, કારણ કે બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો, સ્થાવર જીવોથી અલ્પ હોય છે. અહીં બાદર વિશેષણ સ્વરૂપ દર્શક છે, તેમ સમજવું, કારણ કે ત્રસ જીવો બાદર જ છે. (૨) તેનાથી બાદર તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસ જીવોથી અસંખ્યાતગુણા હોય છે. સમુચ્ચય બાદર તેજસ્કાયિક જીવોમાં પર્યાપ્તા