________________
પ્રતિપત્તિ-૫
[૫૯]
પ્રસ્તુત સૂત્રમાં દશ પ્રકારે બાદરની સ્થિતિનું કથન છે. તેમાં સર્વ જીવોની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી-જુદી છે, તે આ પ્રમાણે છે–(૧) સમુચ્ચય બાદર જીવોની સ્થિતિ ૩૩ સાગરોપમની છે, (આ કથન નારકી અને દેવોની અપેક્ષાએ છે) (૨) બાદર પૃથ્વીકાયની ર૨,૦૦૦ વર્ષ, (૩) બાદર અપ્લાયની ૭,000 વર્ષ (૪) બાદર તેઉકાયની ત્રણ અહોરાત્ર (૫) બાદર વાયુકાયની ૩,000 વર્ષ (૬) બાદર વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષની છે. અહીં પ્રત્યેક કે સાધારણ વનસ્પતિની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય બાદર વનસ્પતિની સ્થિતિનું કથન છે. (૭) બાદર પ્રત્યેક વનસ્પતિની પણ ૧૦,૦૦૦ વર્ષની છે. (૮) સમુચ્ચય નિગોદની– સાધારણ વનસ્પતિની અંતર્મુહૂર્તની છે. સમુચ્ચય નિગોદમાં સૂક્ષ્મ-બાદર બંને પ્રકારના નિગોદનો સમાવેશ થાય છે. (૯) બાદર નિગોદ અને બાદર સાધારણ વનસ્પતિની અંતર્મુહૂર્તની છે. (૧૦) બાદર ત્રસકાયિક જીવોની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. ત્રસ જીવોમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના જીવોનો સમાવેશ થાય છે. બાદર જીવોની કાયસ્થિતિ:
२० बायरेणं भंते ! बायरे त्ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं असंखेज्जंकालं-असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ,खेत्तओ अंगुलस्स असंखेज्जइभागो। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! બાદર જીવ બાદરરૂપે કેટલો કાલ રહે છે?(બાદર જીવોની કાયસ્થિતિ કેટલી છે?) ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. આ અસંખ્યાતકાળ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ છે તથા ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રના આકાશ પ્રદેશ તુલ્ય છે. | २१ बादर पुढवि सचिट्ठणा जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरि सागरोवम कोडाकोडीओ जावबादर वाऊ । बादरवणस्सइकाइयस्स जहा ओहिओ। बादरपत्तेय वणस्सइकाइयस्स जहा बादरपुढवी।
णिगोए जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतकालं- अणंताओ उस्सप्पिणीओसप्पिणीओकालओ,खेत्तओ अड्डाइज्जा पोग्गलपरियट्टा । बादर णिगोए जहा बादर
પુદક્કી
ભાવાર્થ:- બાદર પૃથ્વીકાયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે. તે જ રીતે બાદર અષ્કાય, તેઉકાય અને વાયુકાયની કાયસ્થિતિ જાણવી. બાદર વનસ્પતિકાયની કાયસ્થિતિ ઔધિક બાદર જીવો પ્રમાણે જાણવી. બાદર પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ બાદર પૃથ્વીકાય પ્રમાણે જાણવી.
નિગોદની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અઢી પુગલ પરાવર્તન પ્રમાણ છે. બાદર નિગોદની કાયસ્થિતિ બાદર પૃથ્વીકાય પ્રમાણે (અર્થાતુ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ) જાણવી. | २२ बादरतसकाइयस्सदोसागरोपमसहस्साइंसंखेज्जवासमब्भहियाई। ભાવાર્થ – બાદર ત્રસકાયની કાયસ્થિતિ બે હજાર સાગરોપમ અધિક સંખ્યાતા વર્ષ પ્રમાણ છે.