________________
Fo
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
२३ अपज्जत्ताणं सव्वेसिं अंतोमुहुत्तं ।
ભાવાર્થ :- સર્વ બાદર અપર્યાપ્ત જીવોની કાસ્થિતિ અંતર્મુહૂર્તની છે.
२४ बादर पज्जत्ताणं संचिट्ठणा जहण्णेणं अंतोमुहुत्त, उक्कोसेणं सागरोवम सयपुहत्तं साइरेगं। बादर पुढविकाइयस्स संखेज्जाई वाससहस्साइ, एवं आऊ, तेडकाइयस्स संखेज्जाई राइंदियाई, वाउकाइयस्स संखेज्जाइं वाससहस्साइं, एवं बादरवणस्सइपज्जत्तए, पत्तेयबादरवणस्सइकायस्स वि, बादरणिगोदपज्जत्तए जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वि अंतोमुहुत्तं, णिगोदपज्जत्तए वि अंतोमुहुत्तं, बादर तसकाइय पज्जत्तए सागरोवम सयपुहत्तं સામં।
ભાવાર્થ :– બાદર પર્યાપ્ત જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમની છે.
બાદર પૃથ્વીકાયની સંખ્યાતા હજાર વર્ષની, તે જ રીતે અપ્લાયની જાણવી. તેઉકાયની સંખ્યાતા અહોરાત્રની, વાયુકાયની, બાદર વનસ્પતિકાય અને પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયની સંખ્યાતા હજારો વર્ષની છે. બાદર નિગોદ પર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. સમુચ્ચય નિગોદ પર્યાપ્તાની પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની, બાદર ત્રસકાય પર્યાપ્તાની સાધિક અનેક સો સાગરોપમની છે. “વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં બાદર જીવોની કાયસ્થિતિનું કથન છે.
(૧) સમુચ્ચય બાદર જીવોની કાયસ્થિતિ અસંખ્યાતકાલ છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. બાદર જીવોની કાયસ્થિતિના કાલને બાદરકાલ કહે છે. સમુચ્ચય બાદર જીવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન બાદર વનસ્પતિની અપેક્ષાએ છે. પર્યાપ્તા કે અપર્યાપ્તાની વિવક્ષા કર્યા વિના બાદર પૃથ્વી, અપ, તેઉ, વાયુની કાયસ્થિતિ ૭૦
ક્રોડાક્રોડી સાગરોપમની છે.
સમુચ્ચય બાદર વનસ્પતિકાયની કાયસ્થિતિ અસંખ્યાતકાલ–બાદરકાલ પ્રમાણ છે. પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની, સમુચ્ચય નિગોદની કાયસ્થિતિ અનંતકાલની તે કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે, ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે.
પૂર્વના સૂત્રમાં સૂક્ષ્મ નિગોદની કાયસ્થિતિ અસંખ્યાતકાલની કહી છે. બાદર નિગોદની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. પરંતુ બંને મળીને સમુચ્ચય નિગોદની કાયસ્થિતિ અનંતકાલની થાય છે. કોઈ જીવ સૂક્ષ્મ નિગોદપણે અસંખ્યાતકાલ રહે, ત્યાર પછી બાદર નિગોદમાં જાય, ત્યાં તેની સ્થિતિ પ્રમાણે સમય વ્યતીત કરીને પુનઃ સૂક્ષ્મ નિગોદમાં જાય આ રીતે નિગોદમાં જ ગમનાગમન કરતાં અનંતકાલ વ્યતીત થઈ શકે છે, તેથી નિગોદની કાયસ્થિતિ અનંતકાલની થાય છે.
ત્રસકાયિકજીવો બાદર જ હોય છે, તેથી ત્રસકાયની કાયસ્થિતિની જેમ બાદર ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાત વર્ષ અધિક ૨,૦૦૦ સાગરોપમની છે. તે પંચેન્દ્રિય ત્રસની અપેક્ષાએ થાય છે. સર્વ અપર્યાપ્તાની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે.