________________
| ૬૪૬ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કથન નિગોદની અપેક્ષાએ નથી પરંતુ સમુચ્ચય વનસ્પતિની અપેક્ષાએ છે, તેથી જ સૂત્રમાં નિગોદકાલ શબ્દ પ્રયોગ નથી પરંતુ વનસ્પતિકાલ શબ્દ પ્રયોગ કર્યો છે. ત્રસકાયની કાયસ્થિતિ- સંખ્યાતા વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમ છે. ત્રસકાયમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ થાય છે. પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક ૧૦૦૦ સાગરોપમની છે. કોઈ જીવ પંચેન્દ્રિયપણે ૧૦૦૦ સાગરોપમ કાલ વ્યતીત કરે ત્યાર પછી વિકસેન્દ્રિય પણે સંખ્યાત કાલ પસાર કરીને પુનઃ પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે અને ફરી પંચેન્દ્રિય પણે ૧૦૦૦ સાગરોપમ કાલ વ્યતીત કરી શકે છે. આ રીતે ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષ અધિક ૨૦૦૦ સાગરોપમની થાય છે.
છ પ્રકારના અપર્યાપ્ત જીવોની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. પાંચ સ્થાવરકાયના પર્યાખાની કાયસ્થિતિ- પર્યાપ્તા-અપર્યાપ્તાની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય પૃથ્વી આદિ ચાર સ્થાવર જીવોની કાયસ્થિતિ અસંખ્યાતકાલની અને વનસ્પતિની અનંતકાલની કહી છે. તે ચારે સ્થાવરકાયમાં પર્યાપ્તાના ભવની જ ગણના કરીએ તો તેની સ્થિતિ ઘણી થોડી થાય છે અર્થાતુ તેની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કરતાં સંખ્યાત હજારગુણી કાયસ્થિતિ હોય છે, કારણ કે કોઈપણ જીવ પર્યાપ્તાવસ્થામાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય તો નિરંતર આઠ ભવ કરે છે[ભગવતી સૂત્ર શતક-૨૪] મધ્યમ સ્થિતિએ ઉત્પન્ન થાય તો સંખ્યાતા ભવ કરે છે, તેથી તેની કાયસ્થિતિ ભવસ્થિતિથી સંખ્યાત હજાર ગુણી થાય છે.
પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ર૨,000 વર્ષ, અપ્લાયની ૭,000 વર્ષ, વાયુકાયની ૩,000 વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ અને તેઉકાયની ત્રણ અહોરાત્રની છે. તેને સંખ્યાત હજાર ગુણા કરતા પૃથ્વીકાય, અષ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયની કાયસ્થિતિ સંખ્યાત હજારો વર્ષ અને તેઉકાયની સંખ્યાત હજારો અહોરાત્રની થાય છે.
વનસ્પતિકાયની અનંતકાલની કાયસ્થિતિ સમસ્ત વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ છે. પર્યાપ્ત વનસ્પતિકાયની સ્થિતિ સંખ્યાત હજાર વર્ષની જ થાય છે. ત્રસકાયના પર્યાપ્તાની કાયસ્થિતિ કંઈક અધિક અનેક સો સાગરોપમની છે. સમુચ્ચય ત્રસકાયની કાયસ્થિતિ સંખ્યાતા વર્ષ અધિક ૨,૦૦૦ સાગરોપમની છે, પરંતુ કોઈ પણ ત્રસ જીવને પર્યાપ્તાના ભવનું સાતત્ય અલ્પ સમય રહે છે, તેથી પર્યાપ્તાની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમની જ થાય છે. આ સ્થિતિ નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવભવમાં ગમનાગમનની અપેક્ષાએ છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે છ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ–૧૮માં કાર્યો દ્વારમાં સકાય અને અકાય સહિત છકાયના જીવો, તેમ આઠ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન કર્યું છે. જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય ઉત્કૃષ્ટ
કારણ સકાયિક અભવી| - | અનાદિ અનંત | અભવીની અપેક્ષાએ
- - - - - - ભવી | - | | અનાદિ સાંત | મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ પૃથ્વીકાયિક, અષ્કાય | અંતર્મુહૂર્ત | અસંખ્યાતકાલ–પુઢવીકાલ નિરંતર અસંખ્યાત ભવ કરે. તેજસ્કાય, વાયુકાય