________________
પ્રતિપત્તિ-૫
[ ૪૫]
अपज्जत्तगाणं छण्हवि जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । पज्जत्तगाणं संचिट्ठणा-जा जस्सुक्कोसा ठिई सा तस्स संखेज्जगुणा जाववणस्सईणं संखेजाई वाससहस्साई । तसाणं पज्जत्ताणं संचिट्ठणा सागरोवमसयपुहुत्तं साइरेग। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્!ત્રસકાયની કાયસ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષ અધિક બે હજાર સાગરોપમ છે.
છ એ પ્રકારના અપર્યાપ્ત જીવોની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે.
છ એ પ્રકારના પર્યાપ્ત જીવોની કાયસ્થિતિ તેની ઉત્કૃષ્ટ સ્થિતિથી સંખ્યાતગુણી થાય છે. આ રીતે થાવત પર્યાપ્તા-વનસ્પતિકાયિકની સંખ્યાતા હજારો વર્ષોની કાયસ્થિતિ છે. પર્યાપ્ત ત્રસકાયની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન છે. એ પ્રકારના જીવોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. પૃથ્વી-અપ-ઉ-વાયુની કાયસ્થિતિ – તેમાં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત-અપર્યાપ્તની વિવક્ષા કર્યા વિના ચાર સ્થાવરની કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે. અસંખ્યાતકાળ- અસંખ્યાત કાલનું નિરૂપણ બે પ્રકારે થાય છે– (૧) કાળથી (૨) ક્ષેત્રથી. કાલથીઅસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણી કાળ પ્રમાણ છે. ક્ષેત્રથી– અસંખ્યાત લોક પ્રમાણ છે અર્થાત્ પ્રતિ સમય એક-એક પ્રદેશ બહાર કાઢતાં જેટલા સમયમાં અસંખ્ય લોક જેવા આકાશખંડના આકાશપ્રદેશ ખાલી થઈ જાય તેટલો અસંખ્યાત કાલ છે. પૃથ્વીકાયની કાયસ્થિતિરૂપ આ કાલને પૃથ્વીકાલ (પુવાસ) કહે છે. વનસ્પતિની કાયસ્થિતિ:- તેમાં સૂક્ષ્મ, પ્રત્યક, સાધારણ અને પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ કોઈ પણ પ્રકારની વિવક્ષા કર્યા વિના વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાલની છે. તે અનંતકાળને વનસ્પતિકાલ કહે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે– (૧) કાલથી– અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે. (૨) ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ છે અર્થાતુ પ્રત્યેક સમયે એક-એક પ્રદેશનો અપહાર કરતાં જેટલા સમયમાં અનંતલોક ખાલી થાય તેટલો કાલ અનંતલોક પ્રમાણ કહેવાય છે, તેમાં અનંતકાલ વ્યતીત થાય છે. (૩) તે અસંખ્ય પુગલ પરાવર્તન પ્રમાણ છે. એક પુદ્ગલ પરાવર્તનમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પસાર થાય છે, તેથી અસંખ્ય પુગલ પરાવર્તનમાં પણ અનંતકાલ પસાર થાય છે. અસંખ્ય પુદ્ગલ પરાવર્તનમાં અસંખ્યાતની રાશિ નિશ્ચિત કરવા ચોથા પ્રકારે કથન કર્યું છે. (૪) એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય છે તેટલા પુદ્ગલ પરાવર્તન સમજવા. એક આવલિકામાં અસંખ્ય સમય છે, તેના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્ય સમય હોય છે અને તેટલા પુલ પરાવર્તન પ્રમાણ અનંતકાલ છે. આ સર્વ પ્રકારે જે અનંતકાલ પ્રાપ્ત થાય તેને વનસ્પતિકાલ કહે છે.
વનસ્પતિમાં સૂક્ષ્મ વનસ્પતિ–નિગોદની કાયસ્થિતિ અનંતકાલ પ્રમાણ છે પરંતુ તે અઢી પુગલ પરાવર્તન પ્રમાણ છે. તે વનસ્પતિકાલથી ઘણો અલ્પ છે અને બાદર પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાતકાલની છે, તેથી કોઈ જીવ પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ (નિગોદ) આ બંને પ્રકારની વનસ્પતિમાં ગમનાગમન કરતાં ઉપરોક્ત અનંતકાલ પસાર કરી શકે છે, તેથી વનસ્પતિકાયની કાયસ્થિતિનું