________________
[ ૬૪૪]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
अपज्जत्तगाणं सव्वेसिं जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहत्तं । पज्जत्तगाणं सव्वेसिं उक्कोसिया ठिई अंतोमुत्तऊणा कायव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ છે. આ જ રીતે સર્વ જીવોની સ્થિતિ જાણવી. ત્રસકાયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. સર્વ અપર્યાપ્ત જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સર્વ પર્યાપ્ત જીવોની સ્થિતિ તેની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન જાણવી. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં છ પ્રકારના જીવોની ભવસ્થિતિનું કથન છે. સર્વ જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પથ્વીકાયની ૨૨,000 વર્ષ, અપ્લાયની ૭,000વર્ષ, તેઉકાયની ૩ અહોરાત્ર, વાયુકાયની ૩,૦૦૦ વર્ષ, વનસ્પતિકાયની ૧૦,000 વર્ષ અને ત્રસકાયની ૩૩ સાગરોપમની છે, તે નારકી અથવા દેવોની અપેક્ષાએ છે. | સર્વ જીવોની અપર્યાપ્તાની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને પર્યાપ્તાની સ્થિતિ તેની ઉત્કૃષ્ટસ્થિતિમાંથી અપર્યાપ્તાવસ્થાનું અંતર્મુહૂર્ત ન્યૂન કરવાથી પ્રાપ્ત થાય છે. કારણ કે કોઈ પણ જીવ ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્તાવસ્થામાં રહે છે, ત્યાર પછી પર્યાપ્તાવસ્થાને પામે છે. છ પ્રકારના જીવોની કાયસ્થિતિ:५ पुढविकाइएणं भंते ! पुढविकाइए त्ति कालओ केवचिरं होइ?
गोयमा !जहण्णेणंअंतोमुहक्कोसेणंअसंखेन्जंकालं असंखेजाओउस्सप्पिणि ओस्सप्पिणीओकालओ,खेतओअसंखेज्जालोगा। एवंआउतेउवाउक्काइयाणं,वणस्सइ काइयाणं अणतंकालं- अणंताओ उस्सप्पिणि-ओस्सप्पिणीओकालओ,खेत्तओअणंता लोगा- असंखेज्जा पोग्गल परियट्टा,तेणंपोग्गल परियट्टा आवलियाए असंखेज्जइभागो। ભાવાર્થ-પ્રન–હે ભગવન્!પૃથ્વીકાય, પૃથ્વીકાયરૂપે કેટલો કાળ રહી શકે છે? અર્થાત્ પૃથ્વીકાયની કાયસ્થિતિ કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની કાયસ્થિતિ છે. તે કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે.
આ જ રીતે અપ્લાય, તેજસ્કાય અને વાયુકાયની કાયસ્થિતિ જાણવી. વનસ્પતિકાયની કાયસ્થિતિ અનંતકાલની છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ, અસંખ્ય પુલ પરાવર્તન પ્રમાણ છે. આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે તેટલા પુદ્ગલ પાર્વતન થાય છે. | ६ तसकाइएणं भंते ! तसकाइए त्तिकालओ केवचिरहोइ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमसहस्साइंसखेज्जवासमब्भहियाई ।