________________
પ્રતિપત્તિ-૫.
૪૩.
- ષવિધઃ પાંચમી પ્રતિપત્તિ - REPEEEEEzzzzz સંસારી જીવોના છ પ્રકાર:| १ तत्थणंजेते एवमाहंसु छव्विहा संसारसमावण्णगा जीवा,ते एवमाहंसु,तंजहापुढविकाइया,आउक्काइया,तेउक्काइया,वाउकाइया वणस्सइकाइया,तसकाइया। ભાવાર્થ :- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી પાંચમી પ્રતિપત્તિમાં જે છ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક (૨) અષ્કાયિક (૩) તેઉકાયિક (૪) વાયુકાયિક (૫) વનસ્પતિકાયિક અને (૬) ત્રસકાયિક. | २ से किं तं पुढविकाइया ? पुढविकाइया दुविहा पण्णत्ता तंजहा- सुहुमपुढविकाइया,बायर पुढविकाइया । सुहमपुढविकाइया दुविहा पण्णत्ता,तजहा-पज्जत्तगाय अपज्जत्तगा य । एवं बायर पुढविकाइयावि । एवं चउक्कएणं भेएणं आस्तेउवाऊ वणस्सइकाइयाणचउणेयव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવોના બે પ્રકાર છે– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના પણ બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. બાદર પૃથ્વીકાયિક જીવોના પણ બે ભેદ છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ જ રીતે અષ્કાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના પણ ચાર-ચાર ભેદ જાણવા. | ३ सेकिंतंतसकाइया?तसकाइयादुविहापण्णत्ता,तंजहा-पज्जत्तगायअपज्जत्तगाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્!ત્રસકાયિક જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!ત્રસકાયિક જીવોના બે પ્રકાર છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. વિવેચનઃ
કાયની અપેક્ષાએ સંસારી જીવોના પૃથ્વીકાયાદિ છ પ્રકાર છે. તેમાં પાંચ સ્થાવરના સૂક્ષ્મ અને બાદર તથા પર્યાપ્તા-અપર્યાપ્તા રૂપ ચાર-ચાર ભેદ થાય છે અને ત્રસકાયના પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ બે ભેદ છે. આ રીતે અહીં મૂળ છ ભેદોના કુલ પ૪૪ = ૨૦ + ૨ = ૨૨ ભેદ થાય છે. છ પ્રકારના જીવોની સ્થિતિ:| ४ पुढविकाइयस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता?
गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं बावीसं वाससहस्साई । एवं सव्वेसि ठिई णेयव्वा । तसकाइयस्स जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई।