________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કે– વનસ્પતિકાયની કાયસ્થિતિ ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે તે કાલને વનસ્પતિકાલ કહે છે. તેમાં અનંત ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતીત થાય છે. તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલમાં અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન થાય છે. તે અસંખ્યાત પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય છે. પુદ્ગલ પરાવર્તન– કોઈ એક જીવ સંસાર પરિભ્રમણ કરતાં આ લોકમાં રહેલા સમસ્ત પુદ્ગલોને ગ્રહણ કરે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તેને એક પુદ્ગલ પરાવર્તન કહે છે. તેમાં અનંત ઉત્સર્પિણી-અનંત અવસર્પિણીકાલ પસાર થાય છે. શ્રી ભગવતી સૂત્ર શતક-૧૨૪, સૂ.૩૫માં પુદ્ગલ પરાવર્તનના સાત પ્રકાર કહ્યા છે. તેમાંથી અહીં વૈક્રિય પુદ્ગલ પરાવર્તનની અપેક્ષાએ કાયસ્થિતિનું કથન છે. કોઈ જીવ સંસાર ભ્રમણમાં વૈક્રિય શરીર પ્રાપ્ત કરતાં-કરતાં લોકવર્તી સમસ્ત વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને વૈક્રિય શરીર રૂપે ગ્રહણ કરે, તેમાં જેટલો કાલ વ્યતીત થાય, તેને વૈક્રિય પુદ્દગલ પરાવર્તન કહે છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી-અનંત અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. વનસ્પતિકાલમાં તેવા અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન હોય છે.
૪૨
સમુચ્ચય પૃથ્વીકાયની સ્થિતિ ૨૨,૦૦૦ વર્ષ, અપ્લાયની ૭,૦૦૦ વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્ર, વાયુકાયની ૩,૦૦૦ વર્ષ, વનસ્પતિકાયની ૧૦,૦૦૦ વર્ષ અને ત્રસકાયની ૩૩ સાગરોપમની છે.
પૃથ્વી આદિ ચાર સ્થાવરની કાયસ્થિતિ અસંખ્યાતકાલ-પૃથ્વીકાલ પ્રમાણ છે. વનસ્પતિકાયની અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ છે. ત્રસકાયની સંખ્યાતા વર્ષે અધિક ૨૦૦૦ સાગરોપમની છે.
પૃથ્વી આદિ ચાર સ્થાવર અને ત્રસકાયનું અંતર વનસ્પતિકાલ પ્રમાણ અને વનસ્પતિનું અંતર પૃથ્વી કાલ પ્રમાણ છે.
છ કાયના જીવોમાં સર્વથી ઘોડા ત્રસકાયના જીવો છે. તેનાથી તેઉકાયના જીવો અસંખ્યાતગુજા, તેનાથી પૃથ્વી, પાણી અને વાયુના જીવો ક્રમશઃ અસંખ્યાતગુણા, તેનાથી વનસ્પતિકાયના જીવો અનંતગુણા છે.