________________
પ્રતિપત્તિ-૫
| ૬૪૧ |
જીવોની કાયસ્થિતિના કથનમાં સૂત્રકારે કેટલાક પારિભાષિક કાલવાચક શબ્દોનો પ્રયોગ કર્યો છે. વનસ્પતિકાલ– પ્રત્યેક–સાધારણ આદિની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય વનસ્પતિની કાયસ્થિતિ અનંતકાલની છે. તે ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમય પ્રમાણ છે. તેની સ્થિતિ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તે મુદલ પરાવર્તન પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. આ વિવિધ ઉપમાવાળા અનંત કાલ માટે સૂત્રકારે વનસ્પતિકાલ શબ્દનો પ્રયોગ કર્યો છે. અનંતકાલના પણ અનંત પ્રકાર છે, જેમ કે નિગોદની કાયસ્થિતિ અનંતકાલની છે, પરંતુ તે અઢી પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે, વનસ્પતિકાલ તેનાથી દીર્ઘકાલીન છે; તેમાં અસંખ્ય પુદ્ગલ પરાવર્તનકાલ છે. જુવોml-પુથ્વીકાલ-પુથ્વીકાયિક જીવોની કાયસ્થિતિને સુત્રકારે પૃથ્વીકાલ(પઢવીકાલ) સંજ્ઞા આપી છે. તે અસંખ્યાતકાલ પ્રમાણ છે. અસંખ્યાત કાલના પણ અસંખ્યાત પ્રકાર થાય છે, તેમાં પૃથ્વીકાલ કહેવાથી એક ચોક્કસ કાલમર્યાદાનિશ્ચિત થાય છે. તે ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલના સમય પ્રમાણ છે. સમુચ્ચય ચારે સ્થાવર જીવોની અને તેના સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ પુછવાસપ્રમાણ હોય છે. બાદરકાલ– બાદર જીવોની કાયસ્થિતિના કાલને બાદર કાલ કહે છે. તે પણ અસંખ્યાતકાલ પ્રમાણ છે. તે કાલથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ છે અને તે ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. પૃથ્વીકાલની અપેક્ષાએ બાદરકાલ અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે અને બાદરકાલથી પુઢવીકાલ અસંખ્યગુણો થાય છે. અંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ– એક અંગુલ જેટલા ક્ષેત્રમાં અસંખ્ય આકાશ પ્રદેશો હોય છે. તેના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાત પ્રદેશો હોય છે. અસત્ કલ્પનાએ તે પ્રદેશોને ક્રમશઃ એક-એક સમયે કાઢવામાં આવે તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ કાલ વ્યતીત થઈ જાય છે. તેટલા કાલ માટે અંગુલના અસંખ્યાતમા ભાગના પ્રદેશ પ્રમાણ શબ્દપ્રયોગ થાય છે. આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ– એક મુહૂર્ત(૪૮મિનિટ)માં ૧,૭,૭૭,૨૧૬ (એક કરોડ સડસઠ લાખ સિત્તોતેર હજાર બસો સોળ) આવલિકા થાય છે. તેવી એક આવલિકામાં અસંખ્ય સમય હોય છે અને એક આવલિકાના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાત સમયો હોય છે. વનસ્પતિકાલમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો જેટલા અસંખ્ય પુદ્ગલ પરાવર્તન વ્યતીત થાય છે. અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ–ચૌદ રજ્જુ પ્રમાણ સંપૂર્ણ લોકમાં અસંખ્યાત આકાશ પ્રદેશો છે. આ લોક જેવડા અસંખ્ય લોક હોય, તો તેના પણ અસંખ્યાત આકાશ પ્રદેશો થાય છે. તે અસંખ્ય લોકના અસંખ્યાત આકાશ પ્રદેશોમાંથી અસત્ કલ્પનાએ એક-એક સમયે ક્રમશઃ એક-એક આકાશપ્રદેશને બહાર કાઢતાં, કાઢતાં, સંપૂર્ણ આકાશ પ્રદેશોને ખાલી થવામાં જેટલો સમય વ્યતીત થાય, તે કાલ અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ કહેવાય છે. જેમ કે- ચાર સ્થાવરના જીવોની કાયસ્થિતિ ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે, તે કાલને પુઢવીકાલ કહે છે, તેમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થાય છે. અનત લોકાકાશના પ્રદેશ પ્રમાણ– ચૌદ રજૂ પ્રમાણવાળા લોક જેવડા અનંત લોક હોય, તો તેના અનંતાનંત પ્રદેશ થાય, તે અનંતાનંત આકાશપ્રદેશોમાંથી એક-એક સમયે એક-એક આકાશપ્રદેશ બહાર કાઢતાં તેને ખાલી થવામાં જેટલો અનંતકાલ વ્યતીત થાય તેને, ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ સમજવો. જેમ