________________
૪૦
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પાંચમી પ્રતિપત્તિ સંક્ષિપ્ત સાર રાજા
આ પ્રતિપત્તિમાં છ પ્રકારના સંસારી જીવો સંબંધી વર્ણન છે.
કાયની અપેક્ષાએ સંસારી જીવોના છ પ્રકાર છે- પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાય. તેમાં પ્રથમ પાંચ સ્થાવરકાયના સૂક્ષ્મ અને બાદરરૂપ બે-બે ભેદ છે. તે પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ છે. આ રીતે પ્રત્યેકના કુલ ૪-૪ ભેદ છે અને ત્રસકાયના બે ભેદ થાય છે. સર્વ મળીને પ૪૪+૨=૨૨ ભેદ થાય છે.
પ્રસ્તુત પ્રતિપત્તિમાં આ રર ભેદોની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન છે.
વનસ્પતિકાયના બે પ્રકાર છે– પ્રત્યેક શરીરી વનસ્પતિકાય અને સાધારણશરીરી વનસ્પતિકાય. જેમાં એક શરીરે એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિ છે અને એક શરીરે અનંતજીવો હોય તે સાધારણ વનસ્પતિ છે. સાધારણ વનસ્પતિને નિગોદ પણ કહે છે. વનસ્પતિકાયમાં જે સૂક્ષ્મ જીવો છે તે સર્વનિગોદરૂપ જ હોય છે અને બાદર વનસ્પતિના બે ભેદ છે– પ્રત્યેક અને સાધારણ. આ જ રીતે નિગોદના બે ભેદ થાય છે– સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ.
ગ્રંથકારોએ આગમ અનુપ્રેક્ષાથી સૂક્ષ્મ નિગોદના બે પ્રકાર બતાવ્યા છે– અવ્યવહાર રાશિનાનિગોદ અને વ્યવહાર રાશિના નિગોદ. અવ્યવહાર રાશિઃ- જે જીવો અનાદિકાલથી સૂક્ષ્મ નિગોદરૂપે જ છે, જેણે અન્ય કોઈ પણ ગતિમાં કદાપિ જન્મ-મરણરૂપ વ્યવહાર કર્યો જ નથી તેવા જીવોને અવ્યવહારરાશિના જીવ કહે છે.
अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइ परिणामो। તેવિ અગતાતા,
નિવાસં અનુવસંતિ શા – વિશેષણવતી ગ્રંથ. તે જીવોમાં બે પ્રકારની સ્થિતિ છે– (૧) અનાદિ-અનંત– જે જીવો અનાદિકાલથી અવ્યવહાર રાશિમાં છે અને અનંતકાલ પર્યત ત્યાંથી નીકળવાના જ નથી. તેવા જીવો પણ અનંત છે. તેની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. (૨) અનાદિ સાત-જે જીવો અનાદિકાલથી અવ્યવહારરાશિમાં છે પરંતુ કયારેક કાલલબ્ધિના યોગે તે જીવ ત્યાંથી બહાર નીકળશે. તેની સ્થિતિ ત્યાંથી પૂર્ણ થશે તેથી તે અનાદિ સાંત છે. મનુષ્યક્ષેત્રમાંથી જેટલા જીવો સિદ્ધ થાય તેટલા જીવો લોક સ્વભાવથી અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી તે જીવોનો ચાર ગતિમાં પરિભ્રમણરૂપ વ્યવહાર ચાલુ થાય છે.
અવ્યવહારરાશિરૂપ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળેલા જીવ ભવભ્રમણ કરતાં પુનઃ સૂક્ષ્મ નિગોદપણે જન્મ ધારણ કરે તો પણ તે વ્યવહારરાશિનાનિગોદ જ કહેવાય છે. તેની સ્થિતિ સાદિ સાંત છે. સૂત્રમાં જ્યાં જ્યાંનિગોદની સ્થિતિ, કાયસ્થિતિ, અંતર આદિનું કથન કર્યું છે, તે વ્યવહાર રાશિના નિગોદની અપેક્ષાએ જ હોય છે.
નિગોદ– નિગોદજીવ. અનંતજીવોના આધારભૂત એક શરીરને નિગોદ કહે છે અને તેમાં રહેલા જીવોને નિગોદજીવ કહે છે. સુત્રકારે નિગોદ અને નિગોદજીવ બંનેની સ્થિતિ વગેરેનું કથન કર્યું છે.