________________
પ્રતિપત્તિ-૪
૩૭ ]
(૧૦) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્ત સંખ્યાતગુણ. આ પ્રમાણે પાંચ પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન પુરું થયું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના જીવોના અલ્પબદુત્વનું કથન પાંચ પ્રકારે કર્યું છે– (૧) સમુચ્ચય પાંચ પ્રકારના જીવોનું (૨) પાંચ પ્રકારના અપર્યાપ્ત જીવોનું (૩) પાંચ પ્રકારના પર્યાપ્ત જીવોનું (૪) પાંચે પ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું અલગ-અલગ (૫) પાંચ પ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત જીવોનું સમ્મિલિત અલ્પબદુત્વ. (૧) ઇન્દ્રિયોની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અલ્પબહુત્વઃ- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિયો છે. (૨) તેનાથી ચૌરેન્દ્રિયો વિશેષાધિક છે. (૩) તેનાથી તેઇન્દ્રિયો વિશેષાધિક છે. (૪) તેનાથી બેઇન્દ્રિયો વિશેષાધિક છે કારણ કે વધુ ઇન્દ્રિયવાળા જીવો લોકમાં સ્વાભાવિક રીતે ઓછા હોય છે અને અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. (૫) તેનાથી અનિન્દ્રિયો અનંતગુણા છે, કારણ કે સિદ્ધો અનંતા છે. (૬) તેનાથી એકેન્દ્રિયો અનંતગુણા છે કારણ કે વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. (૭) તેનાથી સઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવોનો સમાવેશ થાય છે. કમ ઈદ્રિય | પ્રમાણ
કારણ ૧ | પંચેન્દ્રિય | સર્વથી થોડા | સ્વભાવિક રીતે વધુ ઇન્દ્રિયવાળા જીવો અલ્પ હોય છે. ૨ | ચૌરેન્દ્રિય | વિશેષાધિક | અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. ૩ | Hઇન્દ્રિય | વિશેષાધિક અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. ૪ | બેઇન્દ્રિય | વિશેષાધિક અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. ૫ | અનિન્દ્રિય | અનંતગુણા | ઉપરના જીવો અસંખ્ય છે અને સિદ્ધો અનંત છે. ૬ | એકેન્દ્રિય | અનંતગુણા વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગણા છે.. | ૭ | સઇન્દ્રિય | વિશેષાધિક | એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવો સઇન્દ્રિય કહેવાય છે. (ર) ઇન્દ્રિયની અપેક્ષાએ અપર્યાપ્ત જીવોનું અલ્પબહત્વ - સમુચ્ચય ઈન્દ્રિયોના અલ્પબદુત્વની સમાન જ અપર્યાપ્તા જીવોનું અલ્પબદુત્વ છે પરંતુ અપર્યાપ્તામાં અનિન્દ્રિયનો બોલ નથી. (૩) ઈદ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વઃ- આ અલ્પબહુત્વમાં ક્યાંક આયુષ્યની અપેક્ષાએ, ક્યાંક સ્વાભાવિક રીતે જીવોની હીનાધિકતા છે.] (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિયના પર્યાપ્તા જીવો છે. (૨) તેનાથી પર્યાપ્તા પંચેન્દ્રિયો વિશેષાધિક છે. કારણ કે ચૌરેન્દ્રિયનું આયુષ્ય છ માસ છે જ્યારે પંચેન્દ્રિયનું આયુષ્ય એક કરોડ પૂર્વ વર્ષનું છે. તેથી પૃચ્છા સમયે પર્યાપ્તા પંચેન્દ્રિય વધુ હોય છે. (૩) તેનાથી પર્યાપ્તા બેઇન્દ્રિયો વિશેષાધિક છે અને (૪) તેનાથી પર્યાપ્તા તેઇન્દ્રિયો વિશેષાધિક છે. બેઈન્દ્રિયનું આયુષ્ય ૧૨ વર્ષનું છે જ્યારે તેઈન્દ્રિયનું ૪૯ દિવસનું છે, તેમ છતાં પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો પૃચ્છા સમયે સ્વભાવથી અલ્પ હોય છે. (૫) તેનાથી એકેન્દ્રિય પર્યાપ્તા અનંતગુણા છે કારણ કે પર્યાપ્તા વનસ્પતિકાયિકો અનંતા છે. (૬) તેનાથી સઇન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે કારણ કે તેમાં પર્યાપ્તા એકેન્દ્રિય બેઇન્દ્રિયાદિ સર્વ જીવોનો સમાવેશ થાય છે.
|
U |
| K |