________________
| પ્રતિપત્તિ-૪
૩૫ ]
પ્રમાણ છે. પાંચે ય અપર્યાપ્ત અને પાંચે ય પર્યાપ્તનું પણ અંતર ક્રમશઃ આ પ્રમાણે જ કહેવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયાદિ પાંચ પ્રકારના જીવોના અંતરનું પ્રતિપાદન છે.
એકેન્દ્રિયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. કોઈ જીવ એકેન્દ્રિયમાંથી નીકળીને બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર ઘટિત થાય છે અને તે એકેન્દ્રિય જીવ બેઇન્દ્રિયાદિ ત્રસ પર્યાયમાં જન્મ-મરણ કર્યા જ કરે તો ત્રસપણે ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ પર્યત રહી શકે છે. કારણ કે ત્રસકાયની કાયસ્થિતિ તેટલી જ છે. ત્યાર પછી તે જીવ અવશ્ય એકેન્દ્રિયપણાને પ્રાપ્ત કરે છે. આ રીતે ત્રસકાયની કાયસ્થિતિ તે જ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અંતર થાય છે.
બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. કોઈ જીવ બેઇન્દ્રિયાદિમાંથી નીકળીને વનસ્પતિકાયમાં જાય, ત્યાં અનંતકાલ પર્યત જન્મ-મરણ કરે ત્યાર પછી બેઇન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય, તો તેનું અનંતકાલનું અંતર થાય છે. આ રીતે વનસ્પતિની કાયસ્થિતિ તે જ બેઇન્દ્રિયાદિનું ઉત્કૃષ્ટ અંતર થાય છે.
- પાંચ પ્રકારના અપર્યાપ્ત અને પર્યાપ્ત જીવોનું અંતર પણ ઉપરોક્ત સમુચ્ચય એકેન્દ્રિયાદિના અંતર પ્રમાણે જ જાણવું. અલ્પબદુત્વ:|१३ एएसिणं भंते ! एगिदियाणं बेइंदियाणं तेइंदियाणंचउरिदियाणं पंचिदियाशंकयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?
गोयमा !सव्वत्थोवा पंचिंदिया, चउरिदिया विसेसाहिया, तेइंदिया विसेसाहिया, बेइंदिया विसेसाहिया, एगिदिया अणतगुणा।
__ एवं अपज्जत्तगाणं सव्वत्थोवा पंचिंदिया अपज्जत्तगा, चउरिदिया अपज्जत्तगा विसेसाहिया, तेइदिया अपज्जत्तगा विसेसाहिया, बेइदिया अपज्जत्तगा विसेसाहिया, एगिदिया अपज्जत्तगा अणंतगुणा,
सव्वत्थोवा चउरिदिया पज्जत्तगा, पंचिंदिया पज्जत्तगा विसेसाहिया, बेइंदिया पज्जत्तगाविसेसाहिया,तेइदिया पज्जत्तगाविसेसाहिया, एगिदिया पज्जत्तगा अणतगुणा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરક્રિય અને પંચેન્દ્રિય જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા પંચેન્દ્રિયજીવો છે. (૨) તેનાથી ચૌરેન્દ્રિયજીવો વિશેષાધિક છે. (૩) તેનાથી તે ઇન્દ્રિયજીવો વિશેષાધિક છે. (૪) તેનાથી બેઇન્દ્રિયજીવો વિશેષાધિક છે અને (૫) તેનાથી એકેન્દ્રિયજીવો અનંતગુણા છે.