________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉદય થાય છે. બે સમયથી લઈને ૪૮ મિનિટમાં એક સમય ન્યૂનને અંતર્મુહૂર્ત કહે છે. આ રીતે તેના અનેક ભેદ થઈ શકે છે. કોઈપણ અપર્યાપ્ત જીવની એક ભવની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે અને તેના અનેક ભવની સ્થિતિ પણ અંતર્મુહૂર્તની જ થાય છે. તેમાં એક ભવના અંતર્મુહૂર્ત કરતાં અનેક ભવનો અંતર્મુહૂર્ત મોટો જાણવો.
૩૪
તે જ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના અપર્યાપ્તાની કાયસ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તાની કાસ્થિતિ– કોઈપણ જીવનિરંતર પર્યાપ્તનામ કર્મના ઉદય સહિત પર્યાપ્તાના ભવમાં જેટલો
કાળ વ્યતીત કરે, તેને પર્યાપ્તાની કાસ્થિતિ કહે છે, પર્યાપ્ત જીવ મૃત્યુ પામી અન્ય સ્થાને ઉત્પન્ન થાય ત્યાં અંતર્મુહૂર્ત માટે અપર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે જ છે. ત્યાર પછી જ પર્યાપ્તાવસ્થાને પામે છે પરંતુ તે જીવને અપર્યાપ્તાવસ્થામાં પણ પર્યાપ્ત નામકર્મનો જ ઉદય હોય છે. લબ્ધિપર્યાપ્તના કે પર્યાપ્ત ભવોના સાતત્યની અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રમાં પર્યાપ્ત જીવોની કાસ્થિતિનું કથન છે. આ અપેક્ષાએ પર્યાપ્ત એકેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજારો વર્ષની છે.
એકેન્દ્રિયોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, અપ્લાયની સાત હજાર વર્ષ, તેજસ્કાયની ત્રણ અહોરાત્રની, વાયુકાયની ત્રણ હજાર વર્ષની, વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે. આ જીવોના નિરંતર પર્યાપ્ત ભવોની ગણના કરવાથી સંખ્યાતા હજારો વર્ષ થાય છે.
બેઇન્દ્રિયની ભવસ્થિતિ ૧૨ વર્ષ, તેઇન્દ્રિયની ૪૯ અહોરાત્ર અને ચૌરેન્દ્રિયની છ માસની છે. તે જીવોના પર્યાપ્તાવસ્થાના નિરંતર સંખ્યાતા ભવ થાય તો પણ બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા વર્ષોની, તેઇન્દ્રિયની સંખ્યાતા અહોરાત્રની અને ચૌરેન્દ્રિયની સંખ્યાતા માસ થાય છે.
પંચેન્દ્રિય પર્યાપ્તની કાયસ્થિતિ સાધિક અનેક સો સાગરોપમ છે. (સમુચ્ચય પંચેન્દ્રિયની હજાર સાગરોપમની કાયસ્થિતિથી આ પર્યાપ્તાની અનેક સો સાગરોપમની કાયસ્થિતિ અલ્પ હોય છે.) જીવ નારકી-દેવતામાં તથા પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય અને પર્યાપ્ત મનુષ્યમાં, તેમ ચારે ગતિમાં પર્યાપ્ત પંચેન્દ્રિયપણે તેટલો કાલ વ્યતીત કરે છે.
પાંચ પ્રકારના જીવોનું અંતર ઃ
११ एगिंदिसणं भंते! केवइयं कालं अंतर होई ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासब्भहियाई ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! એકેન્દ્રિયનું અંતર કેટલું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમનું અંતર છે.
१२ बेइंदिसणं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो । एवं तेइंदियस्स, चउरिंदियस्स, पंचेदियस्स । अपज्जत्तगाणं एवं चेव । पज्जत्तगाण वि एवं चेव ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિયનું અંતર કેટલું છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. આ જ રીતે તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ