________________
પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
૨૯ ]
તે નારક કે દેવનો જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય અને ત્યાં અનંતકાલ પસાર કરી પુનઃ નારક કે દેવપણે જન્મ ધારણ કરે તો ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર ઘટિત થાય છે.
તિર્યંચનું અંતર–જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમનું છે. કોઈતિર્યંચ મરીને મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરે ત્યાં અંતર્મુહૂર્ત આયુષ્ય ભોગવી પુનઃ તિર્યંચગતિમાં જાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે. તે જીવ મનુષ્ય, દેવ અને નારક ગતિમાં ભ્રમણ કરે, તો ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમકાલ વ્યતીત કરીને પુનઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે ત્યારે તિર્યંચનું ઉત્કૃષ્ટ અંતર થાય છે.
મનુષ્યનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. અલ્પ બહત્વઃ- (૧) સર્વથી થોડા મનુષ્યો છે, કારણ કે સ્વભાવથી લોકમાં મનુષ્યો અલ્પ જ છે. અઠ્ઠાણું બોલોના અલ્પ બહુત્વમાં તેનો ક્રમ પ્રથમ છે અને સંમૂર્છાિમની અપેક્ષાએ ચોવીસમું છે. (૨) તેનાથી નારકીઓ અસંખ્યાત ગુણા છે, કારણ કે અઠ્ઠાણું બોલોના અલ્પબદુત્વમાં તેનો ક્રમ એકત્રીસમો છે. (૩) તેનાથી દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે વ્યંતર અને જ્યોતિષી દેવો નારકીઓથી અસંખ્યાતગુણા છે. અટ્ટાણું બોલના અલ્પબદુત્વમાં તેનો ક્રમ એકતાલીસમો છે. (૪) તેનાથી તિર્યંચો અનંતગુણા છે કારણ કે વનસ્પતિના જીવો અનંતાનંત છે. ચાર પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર :
જીવ | ભવસ્થિતિ | કાયસ્થિતિ | અંતર | અલ્પબહુ નારકી અને | જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ | જઘ૦ ૧૦,૦૦૦ વર્ષ | | જઘ અંતર્મુહૂર્ત (૧)સર્વથી થોડા
ઉત્કૃષ્ટ– ૩૩ સાગરો | ઉત્કૃષ્ટ–૩૩ સાગરો ઉ અનંતકાળ મનુષ્યો તિર્યંચ
જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત (૨) નારકીઓ
ઉ ત્રણ પલ્યોપમ | ઉ અનંતકાળ ઉ અનેક સો સાગરો અસંખ્યાતગુણા મનુષ્ય જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત જઘ અંતર્મુહૂર્ત (૩) દેવો અસં ગુણા ઉ, ત્રણ પલ્યોપમ ઉ અનેક ક્રોડપૂર્વ વર્ષ | ઉ અનંતકાલ (૪) તિર્યંચો અધિક ત્રણ પલ્યોપમ
અનંતગુણા
|1)
દેવ
in વૈમાનિક દેવાધિકાર સંપૂર્ણ II
'I ત્રીજી પ્રતિપત્તિ સંપૂર્ણ