________________
[ ૩૦]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ચોથી પ્રતિપત્તિ સંક્ષિપ્ત સાર કાલાકાત
આ પ્રતિપત્તિમાં પાંચ પ્રકારના સંસારી જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું પ્રતિપાદન છે. ઈન્દ્રિયની અપેક્ષાએ સંસારી જીવોના પાંચ ભેદ છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. ભવસ્થિતિ–સર્વ જીવોની જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨.000 વર્ષ, બેઇન્દ્રિયની બાર વર્ષ, તે ઇન્દ્રિયની ૪૯ દિવસ, ચૌરેન્દ્રિયની છ માસ અને પંચેન્દ્રિયની ૩૩ સાગરોપમની છે. કાયસ્થિતિ– એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંતકાલ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયની સંખ્યાતકાલ અને પંચેન્દ્રિયની સાધિક અનેક સો સાગરોપમની છે. અંતર–એકેન્દ્રિયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષઅધિક ૨000સાગરોપમ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અલ્પબહત્વ–સર્વથી થોડા પંચેન્દ્રિય જીવો છે. તેનાથી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય જીવો ક્રમશઃ વિશેષાધિક અને તેનાથી એકેન્દ્રિય જીવો અનંતગુણા છે.
સૂત્રમાં ઉપરોક્ત પાંચ પ્રકારના પર્યાપ્ત-અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ કરીને તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પણ પ્રતિપાદન કર્યું છે.