________________
[
૨૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
६४ मणुस्से णं भंते ! मणुस्सेति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडि पुहुत्तमब्भहियाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય, મનુષ્ય રૂપે કેટલો સમય રહી શકે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ, અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે.
६५ णेरइयमणुस्सदेवाणं अंतरं-जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। तिरिक्खजोणियस्स अंतरं-जहण्णेण अतोमुहुत्तं उक्कोसेणं सागरोपमसयपुहुत्तसाइरेग। ભાવાર્થ :- નારક, મનુષ્ય અને દેવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે. તિર્યંચોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેકસો સાગરોપમનું છે. |६६ एएसिणं भंते !णेरइयाणं जावदेवाणं कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा मणुस्सा,णेरइया असंखेज्जगुणा, देवा असखेज्जगुणा, तिरिया अणतगुणा । सेतंचउव्विहा संसारसमावण्णगाजीवा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા મનુષ્યો છે, તેનાથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવો અસંખ્યાત ગુણા છે અને તેનાથી તિર્યંચો અનંતગુણ છે. આ પ્રમાણે ચાર પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ચારે ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. ભવસ્થિતિ :- એક ભવની આયુષ્ય મર્યાદાને ભવસ્થિતિ કહે છે. નારકી અને દેવોની ભવસ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. મનુષ્ય અને તિર્યંચની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિનું કથન યુગલિકોની અપેક્ષાએ છે. કાયસ્થિતિઃ-એકને એક ભવમાં જન્મ ધારણ કરવાની કાલ મર્યાદાને કાયસ્થિતિ કહે છે નારકીઓ અને દેવો મરીને પુનઃ નારકી કે દેવ થતાં નથી, તેથી તેની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન છે.
તિર્યંચોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પ્રમાણ છે. તે અનંતકાલ વનસ્પતિકાલ પ્રમાણ છે. તે કાલથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ, ક્ષેત્રથી અનંતલોક પ્રમાણ, આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અસંખ્ય પુદ્ગલ પરાવર્તન તુલ્ય છે.
મનુષ્યની કાયસ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. જીવ એક સાથે મનુષ્યના આઠ ભવ કરી શકે છે. તેમાં સાત ભવ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિના અને આઠમો ભવ યુગલિકપણે ત્રણ પલ્યોપમની સ્થિતિનો કરે તો તેની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. અંતરઃ- કોઈ એક જીવ મરીને પુનઃ જેટલા સમય પછી તે જ ભવમાં જન્મ ધારણ કરે તે કાલમાનને અંતર કહે છે. નારક અને દેવનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. કોઈ નારક કે દેવ મરીને સંજ્ઞી તિર્યચપણે જન્મ ધારણ કરે, ત્યાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ નારક કે દેવપણે ઉત્પન્ન થાય, તો જઘન્ય અંતર થાય છે, કારણ કે શ્રી ભગવતીસૂત્ર શતક-૨૪ ગમ્મા અધિકાર મુજબ અંતર્મુહૂર્તની સ્થિતિનો સંજ્ઞી તિર્યંચ નરક કે દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય છે.