________________
| પ્રતિપત્તિ-: વૈમાનિક દેવાધિકાર
[ ૨૭]
પ્રભષણ આદિ વગેયક સુધી કાર અથવા અને
ધા-gષાની વેદના:- દેવગતિના જીવોને પુણ્યયોગે હજારો વર્ષો પછી આહારની ઇચ્છા થાય ત્યારે શુભ મુગલોને ગ્રહણ કરે અને તૃપ્તિનો અનુભવ કરે છે. તેઓને કવલાહાર નથી કે ક્ષુધા-તૃષાની કોઈ વેદના હોતી નથી. વિકર્વણા સામર્થ્યઃ-વૈમાનિક દેવો પોતાની ઇચ્છાનુસાર એક-અનેક, સમાન કે અસમાન તથા પરસ્પર સંબંધિત કે અસંબંધિત(સ્વતંત્ર) રૂપોની વિફર્વણા કરી શકે છે. નવગ્રેવેયક અને અનુત્તર વિમાનના દેવો વિદુર્વણા સામર્થ્ય હોવા છતાં પ્રયોજન અને ઉત્સુકતાના અભાવથી વિદુર્વણા કરતા નથી. વિભષાઃ- દેવોના શરીર બે પ્રકારના હોય છે. ભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જન્મથી જ જે શરીર પ્રાપ્ત થાય તેને ભવધારણીય શરીર કહે છે. ભવધારણીય શરીર શુભ નામ કર્મના ઉદયે સ્વાભાવિક રીતે જ વસ્ત્ર, આભૂષણો આદિ કોઈ પણ પ્રકારની બાહ્ય વિભૂષા વિના જ સોહામણું હોય છે. તે વિભૂષા સ્વાભાવિક છે.
જે દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે તેઓ પોતાની ઇચ્છાનુસાર બહુમૂલ્યવાન વસ્ત્ર અને આભૂષણોથી શરીરને વિભૂષિત કરે છે. નવગ્રેવેયક અને અનુત્તર વિમાનના દેવો વૈક્રિય શક્તિનો પ્રયોગ કયારે ય કરતા નથી, તેથી તેઓને સ્વાભાવિક વિભૂષા જ હોય છે. સર્વ જીવોનો ઉ૫પાત :- આ લોકના વ્યવહાર રાશિના સર્વ જીવોએ અનાદિકાલથી જન્મ ધારણ કરતાં લોકના સર્વ સ્થાનોની સ્પર્શના કરી છે, સર્વ જાતિના જીવોમાં જન્મ-મરણ થયા છે. તે નિયમાનુસાર સર્વ પ્રાણ(ત્રણ વિકસેન્દ્રિય), સર્વ ભૂત(વનસ્પતિ), સર્વ જીવ(પંચેન્દ્રિય) અને સર્વ સત્વ(ચાર સ્થાવર) આ સર્વ જીવોએ પ્રત્યેક દેવલોકમાં પૃથ્વીકાયપણે જન્મ ધારણ કર્યા છે. દેવલોકમાં દેવવિમાન, આસન, શયન, રત્નમય આભૂષણ આદિ પૃથ્વીકાયમય છે. તેથી પૃથ્વીકાયપણે જીવોના જન્મ-મરણ થાય છે. તે ઉપરાંત બે દેવલોક સુધી દેવી પણે અને નવગ્રેવેયક સુધી દેવપણે પણ અનેકવાર અથવા અનંતવાર જન્મ-મરણ કર્યા છે. પાંચ અનુત્તર વિમાનમાં પૃથ્વીકાયપણે અનેકવાર અથવા અનંતવાર જન્મ-મરણ કર્યા છે.
જીવ દ્રવ્યથી નિરતિચાર મુનિપણાનું પાલન કરીને અનેકવાર નવગ્રેવેયક સુધી જઈ શકે છે, પરંતુ ચાર અનુત્તરવિમાનના દેવપણે બે વાર અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે એક જ વાર ઉત્પન્ન થઈ શકે છે, તેથી કોઈપણ જીવે તે સ્થાનમાં દેવપણે અનંતવાર જન્મ-મરણ કર્યા નથી. ચાર ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ આદિ
६२ णेरइयाणंभंते !केवइयंकालं ठिई पण्णत्ता?गोयमा !जहण्णेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं सागरोवमाई, एवं सव्वेसि पुच्छा । तिरिक्खजोणियाणं जहण्णेणं अतोमुत्तं उक्कोसेण तिण्णि पलिओवमाई एवं मणुस्साणवि । देवाणं जहाणेरइयाण । ભાવાર્થ:- પ્રહન- હે ભગવન્! નૈરયિકોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. આ રીતે ચારે ગતિ સંબંધી પ્રશ્ન કરવો. તિર્યંચોની સ્થિતિ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. તે જ રીતે મનુષ્યોની સ્થિતિ પણ જાણવી. દેવોની સ્થિતિ નૈરયિક પ્રમાણે જાણવી. |६३ देव-णेरइयाणं जा चेव ठिइ सा चेव संचिट्ठणा । तिरिक्खजोणियस्स जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणंवणस्सइकालो। ભાવાર્થઃ- દેવ અને નારકીની જે ભવ સ્થિતિ છે, તે જ તેની કાયસ્થિતિ છે. તિર્યંચની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ છે.