________________
[
s ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
મહુડા જેવો શ્વેત, ઉપર દેવલોકના દેવોના શરીરનો શ્વેતવર્ણ હોય છે.
તે જ રીતે દેવોના શરીરમાંથી મનોજ્ઞ, મનોહર અને શ્રેષ્ઠ સુગંધ પ્રસારિત થતી રહે છે. તેનો સ્પર્શ અત્યંત મુલાયમ અને કોમળ હોય છે. અવધિક્ષેત્ર- દેવોને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. ઉપર-ઉપરના દેવલોકના દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિસ્તૃત-વિસ્તૃત હોય છે. પ્રત્યેક દેવોનું અવધિજ્ઞાન ઊર્ધ્વદિશામાં પોત પોતાના વિમાનની ધ્વજા સુધી અને તિરણું અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્વત હોય છે. અધો દિશામાં ઉપર-ઉપરના દેવલોકના દેવોનું અવધિક્ષેત્ર વધતું જાય છે. જેમ-જેમ ક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેના કાલમાંઅનેદ્રવ્યમાં પણ વૃદ્ધિ થાય છે, કારણ કેદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પરસ્પર સાપેક્ષ છે. વૈમાનિક દેવોને અવવિક્ષેત્ર :દેવો અધોદિશામાં
ઊર્ધ્વ દિશામાં તિરછી દિશામાં અવધિક્ષેત્ર અવધિક્ષેત્ર
અવધિક્ષેત્ર ૧ સૌધર્મ–ઈશાન દેવ | પ્રથમ નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી |અસંખ્ય દ્વીપ–સમુદ્ર ૨ સનકુમાર–મહેન્દ્ર | બીજી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી | બીજા દેવલોકથી વિશેષ ૩ બ્રહ્મલોક–લાંતક | ત્રીજી નકરના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી ચોથા દેવલોકથી વિશેષ ૪ મહાશુક્ર-સહસાર | ચોથી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી છઠ્ઠા દેવલોકથી વિશેષ ૫ આણત-પ્રાણત
આરણ-અર્ચ્યુત પાંચમી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી | આઠમા દેવલોકથી વિશેષ ૬ અધઃસ્તન અને
મધ્યમ ગ્રેવેયક છઠ્ઠી નરકના ચરમાંત પોતાના વિમાનની ધ્વજા સુધી બારમા દેવલોકથી વિશેષ ૭ ઉપરિમ રૈવેયક | સાતમી નરકના ચરમાંત | પોતાના વિમાનની ધ્વજા સુધી મધ્યમ ગ્રેવેયકથી વિશેષ | ૮ અનુત્તર વિમાન દેશોન ત્રસનાલ પોતાના વિમાનની ધ્વજા સુધી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત નહvoોનું નસ ઝરૂખામાં પ્રત્યેકવૈમાનિકદેવોનું જઘન્ય અવધિક્ષેત્ર જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. તેના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સામાન્ય રીતે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગનું અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચોને અને ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પણ મનુષ્યોને જ હોય છે. દેવોને મધ્યમ અવધિજ્ઞાન હોય છે. તેમ છતાં સૌધર્મ આદિ દેવલોકમાં ઉપપાત સમયે પરભવ(પૂર્વભવ) સંબંધી અવધિજ્ઞાન હોય, તો તે અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. ઉત્પન્ન થયા પછી તદ્ભવ સંબંધી અવધિજ્ઞાન થાય છે. (૨) વૈમાનિક દેવોનું અવધિજ્ઞાન વિશિષ્ટ હોવાથી તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વસ્તુને પણ અવધિજ્ઞાનથી જાણી-જોઈ શકે છે.
મvળ તો લિં-સંબvળ = કંઈક ન્યૂન,નોકાણહિં લોકની મધ્યમાં રહેલા ચૌદ રજુલાંબા અને એક રજૂ પહોળા નાલિકાના આકાર જેવા ક્ષેત્રને લોકનાલિકા કહે છે. ત્રસ જીવો તે ક્ષેત્રમાં જ રહેતા હોવાથી તે ક્ષેત્રને ત્રસનાડી પણ કહે છે. અનુત્તર વિમાનના દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર ત્રસનાડી પ્રમાણ છે, પરંતુ તે દેવો ઊર્ધ્વદિશામાં પોત-પોતાના વિમાનની ધ્વજા સુધી જ જાણે-જુએ છે. તેથી તેઓનું અવધિક્ષેત્ર દેશોન લોકનાલ પ્રમાણ હોય છે. તેને દેશોન લોકનાલ અથવા સંભિન્ન લોકનાલ કહે છે. અહીં સંભિન્ન શબ્દપ્રયોગ દેશોન (કંઈક ન્યૂન)નો વાચક છે.