________________
પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
[ ૨૫ ]
બધા વૈમાનિક દેવોની સ્થિતિ યથાયોગ્ય જાણવી. દેવના ભવથી ચ્યવીને તેઓ જ્યાં-જ્યાં ઉત્પન્ન થાય છે, તે સર્વ કથન કરવું જોઈએ.
६१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु सव्वपाणा सव्वभूया जावसत्ता पुढविकाइयत्ताए देवत्ताए देवित्ताए आसणसयण जावभडोवगरणत्ताए उववण्णपुव्वा? .. हता,गोयमा ! असई अदुवा अणंतखुत्तो। सेसेसुकप्पेसु एवं चेव णवरंणो चेव णं देवित्ताए जावगेवेज्जगा। अणुत्तरोववाइएसुवि एवं,णोचेवणं देवत्ताए देवित्ताए। સેતં દેવા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પોમાં શું સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્ત્વ પૃથ્વીકાય રૂપે, દેવ રૂપે, દેવી રૂપે, આસન, શયન યાવતું ભંડોપકરણ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. શેષ કલ્પોમાં પણ તે જ રીતે જાણવું પરંતુ ત્યાં દેવી રૂપે ઉત્પન્ન થયા નથી તેમ કહેવું. તે જ રીતે રૈવેયક વિમાનો સુધી જાણવું. (સૌધર્મઈશાન દેવલોકથી આગળના દેવલોકના વિમાનોમાં દેવીઓ હોતી નથી.) અનુતરોપપાતિક વિમાનોમાં પૂર્વવત્ જાણવું પરંતુ ત્યાં દેવ કે દેવી રૂપે ઉત્પન્ન થયા નથી. અહીં વૈમાનિક દેવોનું વર્ણન પૂરું થયું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વૈમાનિક દેવોમાં ઉપપાતાદિ દ્વારોનું નિરૂપણ છે. તેમાંથી કેટલાક દ્વારોનું સંક્ષિપ્ત કથન છે, તેનો વિસ્તાર પ્રતિપત્તિ-૧ પ્રમાણે જાણવો જોઈએ. કેટલાક દ્વારોમાં વિશેષતા છે, તેનું કથન આ પ્રમાણે છે યથાઅપહાર - એકથી આઠ દેવલોકમાં સમયે સમયે અસંખ્યાતા દેવો ઉત્પન્ન થઈ શકે છે. તે દેવલોકમાં દેવોની સંખ્યા પણ અસંખ્યાત છે. તે અસંખ્યાતની રાશિને નિશ્ચિત કરવા અસત્કલ્પનાથી કથન છે કે સમયે સમયે એક-એક દેવનો અપહાર કરીએ એટલે બહાર કાઢીએ તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલમાં પણ તે દેવોનો અપહાર થતો નથી અર્થાત્ તે દેવોની સંખ્યા અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલના સમયથી અધિક છે.
નવમા દેવલોકથી અનુત્તર વિમાનોમાં સમયે સમયે સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે, પરંતુ તે દેવલોકોમાં અસંખ્ય દેવો છે. તેમાંથી સમયે સમયે એક-એક દેવનો અપહાર કરીએ તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે દેવોનો અપહાર થઈ જાય છે અર્થાતુ તે દેવોની સંખ્યા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના સમય જેટલી છે.
આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે સર્વ દેવલોકમાં અસંખ્ય દેવો હોવા છતાં એકથી આઠ દેવલોકમાં દેવોની સંખ્યા અધિક છે. તેનાથી ઉપરના દેવલોકમાં દેવોની સંખ્યા અલ્પ છે. દેવોના શરીરના વડિ–દેવોના પૂર્વકૃત પુણ્ય ઉદયે દેવોનું શરીર સ્વાભાવિક રીતે જ શ્રેષ્ઠ વર્ણ, ગંધાદિથી યુક્ત હોય છે.
પહેલા અને બીજા દેવલોકના દેવોના શરીરનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો, ત્રીજા અને ચોથા દેવલોકના દેવોના શરીરનો વર્ણ પાકમળના કેસર જેવો ગૌરવર્ણ, પાંચમા દેવલોકના દેવોના શરીરનો વર્ણ તાજા