________________
દ૨૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અક્રિય (ભવધારણીય) શરીર. તેમાં જે વૈક્રિય શરીર (ઉત્તર વૈક્રિય) છે, તે હારોથી સુશોભિત, વક્ષ:સ્થળ - યુક્ત યાવત દશેય દિશાઓને પ્રકાશિત કરનાર, પ્રભાસિત કરનાર યાવત પ્રતિરૂપ છે. જે અવૈક્રિય શરીર (ભવધારણીય શરીર) છે તે આભરણ અને વસ્ત્રોથી રહિત અને સ્વાભાવિક વિભૂષાથી યુક્ત છે.
५८ सोहम्मीसमाणेसुणं भंते! कप्पेसुदेवीओ केरिसियाओ विभूसाए पण्णत्ताओ? गोयमा!दुविहाओ पण्णत्ताओतं जहा- वेउव्वियसरीराओय अवेउव्वियसरीराओय। तत्थ णंजाओ वेउव्वियसरीराओ ताओ सुवण्णसद्दालगाओ,सुवण्ण सद्दालगाइवत्थाई पवर परिहियाओ चंदाणणाओचदविलासिणीओचदद्धसमणिडालाओ सिंगारागारचारुवेसाओ संगय जाव पासाइयाओ जाव पडिरूवाओ । तत्थ णं जाओ अवेउव्वियसरीराओताओणं आभरणवसणरहियाओपगइत्थाओ विभूसाए पण्णत्ताओ। सेसेसुदेवा जाव अच्चुओ। ભાવાર્થ - પ્રશ્ન– ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પોમાં દેવીઓની શરીર વિભૂષા કેવી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે દેવીઓના શરીર બે પ્રકારના છે. વૈક્રિય શરીર(ઉત્તર વૈક્રિય શરીર) અને અવૈક્રિય શરીર(ભવધારણીય શરીર). તેમાં જે ઉત્તર વૈક્રિય શરીર છે, તે સુવર્ણના નૂપુર વગેરે આભૂષણોના ધ્વનિથી યુક્ત છે તથા સોનાની ઘુઘરીઓના રણકાર યુક્ત વસ્ત્રોને (સુંદર ઢંગથી) શ્રેષ્ઠ રીતે પરિધાન કરેલું હોય છે. તેમના મુખ ચંદ્ર જેવા, વિલાસ ચંદ્ર જેવો, ભાલ અર્ધ ચંદ્ર જેવું હોય છે. તે શરીર સાક્ષાત્ શૃંગારની મૂર્તિ સમાન અને સુંદર વેશ ધારી, સુંદર કાવત્ દર્શનીય અને પ્રસન્નતા ઉત્પન્ન કરનાર યાવત્ અત્યંત મનોહર હોય છે. જે અવૈક્રિય(ભવધારણીય) શરીર છે, તે આભૂષણો અને વસ્ત્રોથી રહિત, સ્વાભાવિક સૌંદર્ય યુક્ત હોય છે.
સૌધર્મ-ઈશાન કલ્પને છોડીને શેષ સર્વ દેવલોકમાં દેવો જ છે, ત્યાં દેવીઓ નથી, તેથી અશ્રુત કલ્પ સુધીના દેવોની વિભૂષાનું વર્ણન પૂર્વવતુ જાણવું. | ५९ गेवेज्जगदेवाणं भंते ! केरिसया विभूसाए पण्णता? गोयमा !गेवेज्जगदेवाणं एगेभवधारणिज्जेसरीरेआभरणवसणरहिएपगइए विभूसाएपण्णत्ते। एवं अणुत्तरावि। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! રૈવેયક વિમાનના દેવોના શરીરની વિભૂષા કેવી છે? ઉત્તર- હે ગૌતમ! તે દેવોને એક ભવધારણીય શરીર છે તે આભૂષણ અને વસ્ત્રોની વિભૂષાથી રહિત, સ્વાભાવિક વિભૂષા યુક્ત છે. આ જ રીતે અનુત્તર વિમાનના દેવોની વિભૂષાનું કથન કરવું. |६० सोहम्मीसाणेसुदेवा केरिसए कामभोगेपच्चणुब्भवमाणा विहरति ? गोयमा!इट्ठा सदा, इट्ठा रूवा जावफासा । एवं जावगेवेज्जा । अणुत्तरोववाइयाण अणुत्तरा सदा जाव अणुत्तरा फासा । ठिई सव्वेसिं भाणियव्वा । अणंतरंचयति, चइत्ताजेजहिं तंभाणियव्व। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પમાં દેવો કેવા પ્રકારના કામભોગોનો અનુભવ કરતાં વિચરે છે? ઉત્તર- હે ગૌતમ! ઇષ્ટ શબ્દ, ઇષ્ટરૂપ થાવત્ ઇષ્ટ સ્પર્શ યુક્ત કામભોગનો અનુભવ કરે છે. તે જ રીતે રૈવેયક દેવો સુધી જાણવું. અનુત્તર વિમાનના દેવો અનુત્તર શબ્દ યાવત્ અનુત્તર સ્પર્શજન્ય સુખનો અનુભવ કરે છે.