________________
| પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
[ ૨૩ ] ___ गोयमा ! एगत्तपिपभूविउव्वित्तए पुहुत्तपि । णो चेवणं संपत्तीए विउव्विसुवा विउव्वंति वा विउविस्संति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક દેવો અને અનુત્તર વિમાનોના દેવો એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિકર્વણા કરવામાં સમર્થ છે!
ઉત્તર- હે ગૌતમ! તે એક રૂપ પણ બનાવી શકે છે અને અનેક રૂપો પણ બનાવી શકે છે, પરંતુ તેઓએ પહેલાં કયારેય વિકર્વણા કરી નથી, વર્તમાનમાં કરતા નથી અને ભવિષ્યમાં કયારેય કરશે નહીં. તે દેવો ઉત્તર વૈક્રિય કરવાની શક્તિ હોવા છતાં પ્રયોજનનો અભાવ અને પ્રકૃતિની ઉપશાંતતાના કારણે ઉત્તર વૈક્રિય કરતા નથી.
५५ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवा केरिसयंसायासोक्खं पच्चणुब्भवमाणा विहरति? गोयमा !मणुण्णा सद्दा जावमणुण्णा फासा पच्चणुब्भवमाणा विहरति जाव गेविज्जा । अणुत्तरोववाइया अणुत्तरा सदा जावफासा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો કેવા પ્રકારની સુખશાતાનો અનુભવ કરતાં વિચરે છે? ઉત્તર- હે ગૌતમ! મનોજ્ઞ શબ્દ વાવતું મનોજ્ઞ સ્પર્શ દ્વારા સુખનો અનુભવ કરતાં વિચરે છે. આ જ રીતે રૈવેયક વિમાનના દેવો સુધી સમજવું. અનુત્તરોપપાતિક વિમાનના દેવો સર્વ શ્રેષ્ઠ શબ્દજન્ય થાવત્ સર્વ શ્રેષ્ઠ સ્પર્શજન્ય સુખોનો અનુભવ કરે છે. ५६ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवाणं केरिसया इड्डी पण्णता?
गोयमा ! महड्डिया महज्जुझ्या जावमहाणुभागा इड्डीए पण्णत्ता जाव अच्चुओ। गेविज्जणुत्तराय सव्वे महिड्डिया जावसव्वे महाणुभागा अजिंदा जावअहमिंदा णामते देवगणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવોની ઋદ્ધિ કેવી છે?
ઉત્તર- હે ગૌતમ! તે મહાદ્ધિસંપન્ન, મહા ધુતિસંપન્ન થાવત મહાપ્રભાવશાળી ઋદ્ધિથી યુક્ત છે. તે જ રીતે અશ્રુત વિમાનના દેવો સુધી જાણવું. રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનમાં બધા દેવો મહાઋદ્ધિ સંપન્ન થાવ મહાપ્રભાવ યુક્ત છે. ત્યાં કોઈ ઈન્દ્ર નથી, બધા અહમેન્દ્ર છે. ત્યાં નાના-મોટાનો ભેદ નથી. હે આયુષ્યમાન શ્રમણ ! તે દેવો “અહમેન્દ્ર કહેવાય છે. ५७ सोहम्मीसाणेसुणं भते ! कप्पेसुदेवा केरिसया विभूसाए पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा-वेउव्वियसरीरा य, अवेउव्वियसरीरा य । तत्थ गंजेसेवेउव्वियसरीरातेहारविराइयवच्छा जावदस दिसाओउज्जोवेमाणा पभासेमाणा जावपडिरूवा । तत्थ णं जे से अवेउव्वियसरीरातेणं आभरणवसणरहिया पगइत्था विभूसाए पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોની શરીર વિભૂષા કેવા પ્રકારની હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે દેવોના શરીર બે પ્રકારના છે– (૧) વૈક્રિય શરીર(ઉત્તર વૈક્રિય) અને (૨)