________________
પ્રત્યેક પળની જાગૃતિ કેળવી અપ્રમત્તદશાએ કાર્ય સંપન્ન કરી રહેલ છે. મારા જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદને જીણવટભરી દષ્ટિએ જોઈને તાત્ત્વિક શુદ્ધિ કરી સૂત્રને મૌલિક અને સુંદર બનાવવા માટે તેઓએ કરેલા પુરુષાર્થને અભિનંદન અને ધન્યવાદના ભાવો સાથે મારા શતશઃ કોટિ વંદનથી બિરદાવું છું.
મારા આખ ગુણીદેવને મહામૂલા કહું કે અણમૂલા, તેઓની છત્રછાયા શીતળ, સમાધિ દેનારી અને આત્મીયતા જન્માવનારી છે કે તેને શબ્દોમાં સમાવી શકતી નથી, કદાચ સમાવવાનો યત્ન કે પ્રયત્ન કરું તો હૃદયના ભાવો કે શબ્દો ઓછા પડે છે. જેઓનું જીવન નિણવયને અપુરતા ના ભાવોથીગુંજતું છે તેઓના જીવનને જોઈ સારોયે જૈન સમાજ હરદમ નત મસ્તકે અભિનંદી રહેલ છે; શિષ્યા પ્રશિષ્યાથી શોભતા, પોતાના પરિવારની પ્રત્યેક સાધ્વીના હૃદયના ભાવો, તેમાં પડેલી ભક્તિ-શક્તિ અને આવશ્યકતાના નિરીક્ષણમાં જેઓની અનોખી સૂઝ અને સુઝાવ છે; તપસ્વી ગુરુદેવના હૃદયમાં જેઓનું આદરણીય સ્થાન છે; પ્રાણ પરિવારના મૂલ્યવાન ઝવેરાત સમા એવા પૂ. બા.બ્ર. લીલમબાઈ મહાસતીજીએ આગમ અનુવાદના કાર્ય માટે પોતાના શરીરના અણુએ અણુમાં, આત્માના અસંખ્ય પ્રદેશ પ્રદેશમાં અને સમયની હરપળોમાં અપ્રમત્તભાવ કેળવી આજે ૭૨ વર્ષની ઉંમરમાં ૩ર વર્ષની ભરયુવાનીમાં કરાતા કાર્યને શરમાવી પોતાના કાર્યને સાતમાં ગુણસ્થાનના ભાવોથી શોભાવી રહેલ છે. આગમ પાઠોના ભાવાર્થોમાં વિવેચનમાં ક્યાંય ૩સુત્તો નો અંશ ન આવે અને ભાષાની એટલી ઝીણવટભરી શુદ્ધિ કરી છે કે હૃસ્વ, દીર્ઘ, કાનો, માત્રાની ભૂલ તો નહીં પણ અલ્પવિરામ કે પૂર્ણવિરામની પણ ક્ષતિ ન રહે તેવી સૂક્ષ્મદષ્ટિથી જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદનું અવલોકન કરી મારા ઉપર ઉપકાર કરી અનંત ઉપકારી બન્યા છે. તેઓના ચરણસરોજમાં મારા ભાવભર્યા સહસ કોટિ વંદન હોજો.
- ડૉ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ-બૂઝથી મારા અનુવાદને લોકભોગ્ય બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. તેમના પુરુષાર્થની હું કદર કરું
છે.
શ્રી જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદ કાર્ય માટે હાથમાં કલમ પકડાવનાર અને મારા જીવનમાં અણમોલી તક અપાવનાર દીર્ઘ તપસ્વીની બા.બ્ર. પુ. વનિતાબાઈ મહાસતીજીને મારા યશભર્યા શતઃ કોટી વંદન.
-
64