SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ આગમોની આરાધના ભવાટવીના ભાવઅંધકારને ભેદી નાખનારો અમોઘ પુરુષાર્થ છે. આગમ આગમ એ આ=આતમ, ગમ=સૂઝ. આત્માની સૂઝ દેનારું છે. આગમજ્ઞાનની પ્રાપ્તિ એ આત્માનંદનું પરમધામ છે. આભારદર્શન :– પ્રસ્તુત સંસ્કરણ આ પરમ પાવન પરંપરામાં જ એક કડી રૂપ બનીને જોડાઈ રહ્યું છે. જેમના દર્શને સંસાર યાત્રા સાંકડી કરી, જેમના ચરણોએ પુદ્ગલ પરાવર્તનની ચાદર કટ કરી, જેમના આદેશે řિળવયને અણુરત્તા ના ભાવો, અમ હૈયે ધરબ્યા, જેમના સંદેશે અમુદિયોમિ આરાદળાÇ ના ભાવે, સંયમ શોભિત કર્યો. તેવા અનંત અનંત ઉપકારી તપસમ્રાટ અમ શિરોમણિ બા.બ્ર. પૂ. તપસ્વી ગુરુદેવની અસીમકૃપાથી, જ્ઞાન, ધ્યાન, તપ અને ત્યાગની પ્રેરણાના પિયુષ પીવડાવનારા અમારા શિરછત્ર સમ ગુરુણીદેવો પૂ. મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી, આધ્યાત્મયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મહાસતીજી, સંયમની સારણા વારણાના સંસ્કારોથી સુશોભિત બનાવનાર, જ્ઞાનામૃતનું સિંચન કરનાર, મુગટમણિ પ્રાણસમા બા.બ્ર. પૂ. મમ ગુરુણી મૈયા પુષ્પાબાઈ મહાસતીજી તથા અમ જીવન નૈયાના સાચા રક્ષક બા.બ્ર. પૂ. ઉષાબાઈ મહાસતીજીના અંતરના શુભાષિશ અને મંગલમય પ્રેરણાના પરિબળે શ્રી જીવાજીવાભિગમ સૂત્રનો અનુવાદ કરવાની, ભાગ્યને સૌભાગ્ય બનાવવાની પવિત્ર પળ મને પ્રાપ્ત થઈ. નાનકડા બીજમાં વિરાટ વૃક્ષ થવાની તાકાત પડી છે પણ જ્યાં સુધી પૃથ્વી, પાણી અને પવનનો ત્રિસંગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બીજ વૃક્ષ ન બની શકે, તેમ આત્મામાં અનંત શક્તિ ધરબાઈને પડેલી છે; જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રિસંગમ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શક્તિ સાકાર પામી શકતી નથી. બીજને વૃક્ષ બનવા માટે સમયે-સમયે પાણીના સિંચનની જરૂર પડે તેમ આ શ્રુત સેવાના ઉચ્ચ અને ભગીરથ કાર્યને સંપન્ન કરવા સમયે સમયે ગુરુવર્યોની પ્રેરણા અને માર્ગદર્શન જલસિંચનનું કાર્ય કરી રહેલ છે. યોગાનુયોગ પૂ. તપસ્વી ગુરુદેવની નેશ્રામાં પૂ. ગિરીશ મુનિ મ.સા.ની પ્રેરણા અને તેઓની આગવી સૂઝથી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિનો સુયોગ સુલભ બન્યો. પૂ. તપસ્વીરાજે તેઓમાં શાસન અને શ્રુતસેવાનો તરવરાટ જોઈ સંશોધનકાર્ય તેઓને સોંપ્યુ. શ્રુત સેવાના ભેખધારી મુનિશ્રીએ હર્ષોલ્લાસ સાથે સ્વીકાર્યું એટલું જ નહીં પરંતુ તેઓશ્રી પોતાની તન, મનની તમામ શક્તિ સહિત દિવસ રાતની 63
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy