________________
મને વિદ્યાપીઠનો સંપૂર્ણ અભ્યાસ કરાવી પુરુષાર્થશીલ બનાવનાર મમ માસી ગુણી વિદુષી બા. બ્ર. હસુમતીબાઈ મહાસતીજીનો અનન્ય ભાવે ઉપકાર માની કૃત કૃતાર્થતા અનુભવું છું. તેમના ચરણોમાં વંદન કરું છું.
આ જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદના મુદ્રણકાર્ય માટે મુખ્ય શ્રુતાધારો તથા જામનગરના સ્વ. મહાસુખભાઈ ઉદાણીના પરિવાર તરફથી અને સ્વજન સ્નેહીજનો તરફથી યત્કિંચિત્ આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે, તેઓના શાસન સેવા અને શ્રુત સેવાના સહયોગ કાર્યને ભાવથી બિરદાવું છું.
અનુવાદના ગુજરાતી લખાણને જોડણી,હવુ, દીર્ઘવાક્યરચના વગેરેમાં સુલાલિત્ય આપવામાં શ્રી મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ, જયવંતભાઈ શાહ અને કુમારી ભાનુબેન પારેખનો સહયોગ પણ આ સમયે સ્મરણીય છે. અમારા આયોજનની સંપૂર્ણ જવાબદારીને વહન કરનાર રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠની શ્રુતભક્તિની અનુમોદના કરું છું. કોમ્યુટરાઈઝડ કરી મુદ્રણ કરનાર શ્રી નેહલ હસમુખ મહેતાને ધન્યવાદ આપું છું. આ જીવાજીવાભિગમ સૂત્રના અનુવાદમાં જિનેશ્વરની આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત લખાયું હોય તો ત્રિકરણ અને ત્રિયોગ કરી મિચ્છામિ દુક્કડં.
પરમ પૂજ્ય મુક્ત-લીલમ-પુષ્પ
શશુ સાધ્વી પુનિતા
- 65