________________
દ૨૦]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
गोयमा!से जहाणामए कोटपुडाण वातहेव सव्वंमणामतरगा चेव गंधेणं पण्णत्ता जाव अणुत्तरोववाइया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરની ગંધ કેવી હોય છે? ઉત્તરહે ગૌતમ! કોષ્ઠપુટ વગેરે સુગંધિત દ્રવ્યોની સુગંધથી પણ અધિક ઇષ્ટ, કાંત, પ્રિય મનોજ્ઞ, મનોહર હોય છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. |४५ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया फासेणं पण्णत्ता? गोयमा!थिरमउयणिद्धसुकुमालछवि फासेणपण्णत्ता, एवं जावअणुत्तरोववाइया। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનો સ્પર્શ કેવો હોય છે? ઉત્તરહે ગૌતમ! તેના શરીરનો સ્પર્શ સ્થિર–સદા(જીવન પર્યત) મૃદુ, સ્નિગ્ધ અને મુલાયમ હોય છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. |४६ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं केरिसया पोग्गला उस्सासत्ताए परिणमंति?
गोयमा !जे पोग्गला इट्ठा कंता पिया, सुभा, मणुण्णा मणामा तेतेसिं उस्सासत्ताए परिणमति जावअणुत्तरोववाइया; एवं आहारत्ताएवि जावअणुत्तरोववाइया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શ્વાસરૂપે કેવા પુદ્ગલો પરિણત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે પુદ્ગલ ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર હોય છે, તે તેના શ્વાસરૂપમાં પરિણત થાય છે. આ જ રીતે અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. તે જ રીતે દેવોના આહારરૂપે પરિણત થતાં પુદ્ગલોના સંબંધમાં પણ જાણવું યાવત્ અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. ४७ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं कइ लेस्साओ?
गोयमा ! एगा तेउलेस्सा पण्णत्ता । सणंकुमारमाहिंदेसु एगा पम्हलेसा । एवं बंभलोएविपम्हा। सेसेसुएक्कासुक्कलेस्सा;अणुत्तरोववाइयाणंएक्का परमसुक्कलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોને કેટલી લેશ્યાઓ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓને એક માત્ર તેજોલેશ્યા હોય છે. સનસ્કુમાર અને મહેન્દ્ર દેવલોકમાં એક પાલેશ્યા હોય છે, બ્રહ્મલોકમાં પણ પાલેશ્યા હોય છે, શેષ સર્વ દેવલોકમાં એક શુક્લલેશ્યા હોય છે, અનુત્તરોપપાતિક દેવોમાં એક પરમ શુક્લલેશ્યા હોય છે. ४८ सोहम्मीसाणेसुणंभंते !कप्पेसुदेवाणंकिंसम्मद्धिी,मिच्छादिट्ठी,सम्मामिच्छादिट्ठी?
गोयमा ! तिण्णि वि जाव अंतिमगेवेज्जा । अणुत्तरोवावइया सम्मदिट्ठी, णो मिच्छादिट्ठीणो सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો શું સમ્યગુદૃષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યગુ મિથ્યાદષ્ટિ છે?
ઉત્તર– હે ગૌતમ!ત્રણે યદષ્ટિ હોય છે. રૈવેયક વિમાનો સુધીના દેવો સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ,