________________
| પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
દ૧૯ ]
ગ્રેવેયકો અને અનુત્તર વિમાનોમાં ફક્ત ભવધારણીય શરીર હોય છે, તે દેવો ઉત્તર વૈક્રિય કરતાં નથી. | ४१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं सरीरगा किं संघयणी पण्णता?
गोयमा ! छण्हं संघयणाणं असंघयणी पण्णत्ता । णेवट्ठि,णेव छिरा, णविण्हारू, णेव संघयणमत्थि;जे पोग्गला इट्ठा कता सुभा,मणुण्णा,मणामा तेतेसिं सरीर संघायत्ताए परिणमति जावअणुत्तरोववाइया। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનું સંહનન કર્યું હોય છે?
ઉત્તર- હે ગૌતમ! દેવોને છ સંહનનોમાંથી એક પણ સહનન હોતું નથી. દેવોના શરીરમાં હાડકા નથી, નસો નથી, શિરાઓ નથી, તેથી તે અસંહનની છે. તેના શરીરના પુલો ઇષ્ટ, કાંત, શુભ, મનોજ્ઞ, મનોહર હોય છે. તેવા પગલો જ તે તેના શરીરરૂપમાં એકત્રિત થઈને તથારૂપમાં પરિણત થાય છે યાવતું અનુત્તરોપપાતિક દેવો સુધી જાણવું. ४२ सोहम्मीसाणेसुणं भंते ! देवाणं सरीरगा किंसंठिया पण्णत्ता?
गोयमा ! दुविहा सरीरापण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य। तत्थ णंजे से भवधारणिज्जा ते समचउरंससंठाणसंठिया पण्णत्ता । तत्थ णं जे से उत्तरवेउव्वियातेणाणासंठाणसठिया पण्णत्ता जावअच्चुओ। अवेउव्विया गेवेज्जणुत्तरा भवधारणिज्जा समचउरससंठाणसठिया, उत्तरवेउव्विया णत्थि । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનું સંસ્થાન કર્યું હોય છે?
ઉત્તર– હે ગૌતમ! તેના શરીર બે પ્રકારના છે– ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. જે ભવધારણીય શરીર છે, તેનું સમચતુરંક્સ સંસ્થાન છે અને જે ઉત્તર વૈક્રિય શરીર છે, તેનું સંસ્થાન વિવિધ પ્રકારનું હોય છે. આ જ રીતે અશ્રુત દેવલોક સુધી જાણવું. રૈવેયક અને અનુત્તર વિમાનોના દેવોને ભવધારણીય શરીરનું સમચતુરસ સંસ્થાન હોય છે, તેઓમાં ઉત્તરવૈક્રિય નથી. |४३ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया वण्णेणं पण्णत्ता? गोयमा!कणगत्तयरत्ताभावण्णेणं पण्णत्ता।
. सणंकुमारमाहिंदेसुणंपउमपम्हगोरा पण्णत्ता । बंभलोएणं अल्लमहुगवण्णाभा। एवं जावगेवेज्जा । अणुत्तरोववाइया परमसुक्किला वण्णेणं पण्णत्ता। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરનો વર્ણ કેવો હોય છે? ઉત્તર-હે ગૌતમ ! તેનો વર્ણ શુદ્ધ તપાવેલા સોના જેવી લાલ આભાવાળો હોય છે.
સનકુમાર અને મહેન્દ્ર કલ્પના દેવોનો વર્ણ પદ્મકમળના પરાગકેસર જેવો ગૌર હોય છે. બ્રહ્મલોક કલ્પના દેવોનો વર્ણ તાજા મહુડા જેવો સફેદ હોય છે. આ પ્રમાણે રૈવેયક દેવો સુધી સફેદ વર્ણ કહેવો. અનુત્તરોપપાતિક દેવોના શરીરનો વર્ણ પરમ શુક્લ છે. ४४ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया गंधेणं पण्णत्ता?