________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति णो चेव णं अवहिया सिया जाव सहस्सारे । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ–ઈશાન કલ્પના દેવોમાંથી જો પ્રત્યેક સમયે એક-એક દેવનો અપહાર કરવામાં આવે અર્થાત્ દેવલોકમાંથી બહાર કાઢવામાં આવે તો કેટલા કાળમાં તેનો અપહાર થઈ શકે છે?
૬૧૮
ઉત્તર– હે ગૌતમ ! તે દેવો અસંખ્યાત છે, તેમાંથી પ્રત્યેક સમયે એક-એક દેવનો અપહાર કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં પણ તેનો અપહાર થતો નથી અર્થાત્ તે વિમાન ખાલી થઈ શકતું નથી. ઉક્ત વર્ણન સહસ્રાર દેવલોક સુધી જાણવું.
३९ आणतादिसु चउसु वि गेवेज्जेसु अणुत्तरेसु य समए- समए जाव केवइयं कालेणं अवहिया सिया ?
गोया ! ते णं असंखेज्जा, समए- समए अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइ भागमेत्तेणं अवहीरंति णो चेव णं अवहिया सिया । एवं जाव अणुत्तर विमाणा । ભાવાર્થ :- પ્રશ્ન- આનતાદિ ચાર દેવલોક, ત્રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના દેવોની અપહાર સંબંધી પૃચ્છા કરવી ?
ઉત્તર– તે દેવો અસંખ્યાતા છે. સમયે સમયે તેનો અપહાર થાય તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં પણ તેનો અપહાર થાય છે. આ અપહાર કયારે ય કોઈએ કર્યો નથી અને કરશે પણ નહીં તે માત્ર સંખ્યા બતાવવા માટે કલ્પના માત્ર છે. એ પ્રમાણે અનુત્તર વિમાન સુધી જાણવું.
४० सोहम्मीसासुणं भंते ! कप्पेसु देवाणं के महालिया सरीरोगाहाणा पण्णत्ता ?
गोयमा ! दुविहा सरीरा पण्णत्ता, तं जहा- भवधारणिज्जा य उत्तरवेडव्विया य । तत्थ णं जे से भवधारणिज्जे से जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागो, उक्कोसेणं सत्त रयणीओ । तत्थ णं जे से उत्तरवेडव्विए से जहण्णेणं अंगुलस्स संखेज्जइ भागो, उक्कोसेणं जोयणसयसहस्सं । एवं एक्केक्का ओसारेत्ताणं जाव अणुत्तराणं एक्का रयणी । गेवेज्जणुत्तराणं एगे भवधारणिज्जे सरीरे, उत्तरवेडव्विया णत्थि ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોના શરીરની અવગાહના(ઊંચાઈ) કેટલી છે ?
ઉત્તર- હે ગૌતમ ! તેઓના શરીર બે પ્રકારના છે– ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ છે, ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે. ત્યાર પછીના કલ્પોમાં દેવોની ભવધારણીય અવગાહના એક-એક હાથ ઓછી થતી જાય છે યાવત્ અનુત્તરોપપાતિક દેવોની એક હાથની અવગાહના છે. (યથા– સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છ હાથ, બ્રહ્મલોક-લાંતક કલ્પમાં પાંચ હાથ, મહાશુક્ર-સહસ્રાર કલ્પમાં ચાર હાથ, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પમાં ત્રણ હાથ, નવ ત્રૈવેયકમાં બે હાથ અને અનુત્તર વિમાનોમાં એક હાથ, પ્રમાણ અવગાહના છે.)