________________
પ્રતિપત્તિ-૩ : વૈમાનિક દેવાધિકાર
૬૧૭
ગંધ – તે વિમાનોની ગંધ સ્વભાવિક રીતે આ લોકના સુગંધી પદાર્થો કેસર, કસ્તુરી આદિની સુગંધીથી અધિક સુગંધી હોય છે.
સ્પર્શ ઃ— તે વિમાનોનો સ્પર્શ સ્વાભાવિક રીતે જ રૂ, બૂર વનસ્પતિ, નવનીત આદિના કોમળ સ્પર્શથી અધિક કોમળ અને મુલાયમ હોય છે.
પ્રભા :– તે વિમાનોની પ્રભા વાદળા રહિત આકાશમાં મધ્યાહ્ન સમયે પ્રકાશિત સૂર્યથી અધિક પ્રકાશવંતી અને ઉજ્જવળ હોય છે. તે વિમાનો પોતાના તેજથી નિત્ય પ્રકાશિત રહે છે.
વિમાનોનું સ્વરૂપ :– તે વિમાનો વિવિધ પ્રકારના રત્નોથી બનેલા છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે અને તેની વર્ણાદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તેમાં કેટલાય પૃથ્વીકાયિક જીવો જન્મમરણ કરે છે, તદ્યોગ્ય પુદ્ગલોનો ચય-ઉપચય થતો જ રહે છે, તેથી તે વિમાન શાશ્વત કાલ પર્યંત તે જ સ્વરૂપે ટકી રહે છે. વૈમાનિક દેવોમાં ઉપપાત આદિ દ્વાર :
३६ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा कओहिंतो उववज्जंति ? उववाओ णेयव्वो जहा वक्कतीए तिरियमणुएसु पंचिदिएसु सम्मुच्छिमवज्जिएसु, उववाओ वक्कंतिगमेणं जाव अणुत्तरोववाइया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ-ઈશાન દેવલોકમાં દેવો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેની ઉત્પત્તિ વ્યુત્ક્રાંતિ પદ અનુસાર જાણવી. સમૂર્ચ્છિમ જીવોને છોડીને શેષ પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
અનુત્તરોપપાતિક વિમાનો સુધી વ્યુત્ક્રાંતિ પદ અનુસાર જાણવું. (નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના દેવોમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે.)
३७ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा एगसमए णं केवइया उववज्जंति ? गोयमा ! जहणणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जंति, एवं जाव सहस्सारे ।
आणयादि गेवेज्जा अणुत्तरा य एक्को वा दो वा तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा उववज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૌધર્મ—ઈશાન કલ્પમાં એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત-અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આ રીતે સહસ્રાર દેવલોક સુધી જાણવું.
આનત આદિ ચાર કલ્પોમાં, નવ ચૈવેયકોમાં અને અનુત્તર વિમાનોમાં જઘન્ય એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ સંખ્યાત જીવો જ ઉત્પન્ન થાય છે.
३८ सोहम्मीसाणं भंते ! कप्पेसु देवा समए- समए अवहीरमाणा-अवहीरमाणा केवइएणं कालेणं अवहिया सिया ?
गोयमा ! ते णं असंखेज्जा, समए समए अवहीरमाणा-अवहीरमाणा असंखिज्जाहिं