________________
પ્રતિપત્તિ-૩ : વૈમાનિક દેવાધિકાર
૧
મિશ્રદષ્ટિવાળા હોય છે. અનુત્તર વિમાનના દેવો સમ્યગ્દષ્ટિ હોય છે, તેને મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ હોતી નથી.
४९ सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं किं णाणी अण्णाणी ? गोयमा ! दोवि, तिण्णि णाणा, तिण्णि अण्णाणा णियमा जाव गेवेज्जा । अणुत्तरोववाइया णाणी, जो अण्णाणी, तिणि णाणा णियमा । तिविहे जोगे, दुविहे उवओगे, सव्वेसिं जाव अणुत्तरा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર– હે ગૌતમ ! બંને પ્રકારના છે– જે જ્ઞાની છે તે નિયમથી ત્રણ જ્ઞાન યુક્ત છે અને જે અજ્ઞાની છે, તે નિયમથી ત્રણ અજ્ઞાન યુક્ત છે. આ જ રીતે ત્રૈવેયક વિમાન સુધીના દેવો ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન યુક્ત હોય છે. અનુત્તરોપપાતિક દેવો જ્ઞાની જ છે, અજ્ઞાની નથી. તે દેવોને નિશ્ચિત રૂપે ત્રણ જ્ઞાન હોય છે. આ રીતે સૌધર્મ-ઈશાન દેવલોકથી અનુત્તરોપપાતિક વિમાન સુધી સર્વ દેવોમાં ત્રણ યોગ અને બે ઉપયોગ હોય છે.
અવધિક્ષેત્ર આદિની પ્રરૂપણા ઃ
५० सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा ओहिणा केवइयं खेत्तं जाणंति पासंति ? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं अहे जाव इमीसे रयणप्पभापुढवीए हेट्ठिल्ले चरिमंते उड्डुं जाव साइं विमाणाइं, तिरियं जाव असंखेज्जा दीवसमुद्दा एवं
सक्कीसाणा पढमं, दोच्चं च सणंकुमारमाहिंदा । तच्चं च बंभ लंतग, सुक्क सहस्सारगा चउत्थी ॥ १ ॥ आणय पाणयकप्पे, देवा पासंति पंचमिं पुढवीं । तं चेव आरणच्चुय, ओहीणाणेण पासंति ॥२॥ छट्ठी हेट्ठिममज्झिमगेवेज्जा, सत्तमिं च उवरिल्ला । संभिण्णलोगणालिं, पासंति अणुत्तरा देवा ॥३॥
ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવો અવધિજ્ઞાન દ્વારા કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અધો દિશામાં રત્નપ્રભા પૃથ્વીના નીચેના ચરમાંત સુધી, ઊર્ધ્વદિશામાં પોતપોતાના વિમાનની ધ્વજા પતાકા સુધી અને તિરછી દિશામાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રોને જાણે છે-દેખે છે.
ગાથાર્થ— શક્ર(સૌધર્મ) અને ઈશાન દેવલોકના દેવો પ્રથમ નરક પૃથ્વી સુધી, સનત્કુમાર અને માહેન્દ્ર દેવલોકના દેવો બીજી નરક પૃથ્વી સુધી, બ્રહ્મલોક અને લાંતક દેવલોકના દેવો ત્રીજી નરક પૃથ્વી સુધી, મહાશુક્ર અને સહસ્રાર દેવલોકના દેવો ચોથી નરક પૃથ્વી સુધી, આણત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પના દેવો પાંચમી નરક પૃથ્વી સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. અધસ્તન ત્રૈવેયક, મધ્યમ ત્રૈવેયકના