________________
| soF |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ठिई देवाणं-अभितरियाएपरिसाए अद्धपंचमाइंसागरोवमाइंसत्तय पलिओवमाई, मज्झिमियाए परिसाए अद्धपंचमाइंसागरोवमाइंछच्च पलिओवमाइं, बाहिरियाएपरिसाए अद्धपंचमाइ सागरोवमाइं पंच य पलिओवमाइंठिई पण्णत्ता।
तहेव सव्वेसिं इंदाणं ठाणपदगमेणं विमाणाणि वुच्चा तओ पच्छा परिसाओ पत्तेयं पत्तेयं वुच्चइ। ભાવાર્થ:- આ જ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના વિમાનો અને મહેન્દ્ર દેવરાજ દેવેન્દ્રનું કથન કરવું. તેની પણ ત્રણ પરિષદનું કથન કરવું. વિશેષતા એ છે કે આત્યંતર પરિષદમાં છ હજાર, મધ્યમ પરિષદમાં આઠ હજાર અને બાહ્ય પરિષદમાં દશ હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને છ પલ્યોપમની છે અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. આ પ્રમાણે સ્થાનપદ અનુસાર પહેલા બધા ઇન્દ્રોના વિમાનોનું કથન કરીને ત્યારપછી પ્રત્યેકની પરિષદોનું કથન કરવું જોઈએ. |१० बंभस्स वितओ परिसाओ पण्णत्ताओ- अभितरियाए चत्तारि देवसाहस्सीओ, मज्झिमियाए छ देवसाहस्सीओ, बाहिरियाए अट्ठ देवसाहस्सीओ।
देवाणंठिई- अभितरियाएपरिसाए अद्धणवमाइंसागरोवमाइपंच यपलिओवमाई, मज्झिमियाएपरिसाए अद्धणवमाइंसागरोवमाइंचत्तारि पलिओवमाई,बाहिरियाएपरिसाए अद्धणवमाइंसागरोवमाई तिण्णि य पलिओवमाई । अट्ठो सो चेव । ભાવાર્થ:- બ્રહ્મ ઇન્દ્રની પણ ત્રણ પરિષદ છે– આત્યંતર પરિષદમાં ચાર હજાર દેવો, મધ્યમ પરિષદમાં છ હજાર દેવો અને બાહ્ય પરિષદમાં આઠ હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ સાડાઆઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. પરિષદોનો અર્થ પૂર્વવત્ જાણવો. | ११ लंतगस्स वि जावतओ परिसाओ जावअभितरियाए परिसाए दो देवसाहस्सीओ, मज्झिमियाए चत्तारि देवसाहस्सीओ, बाहिरियाए छ देवसाहस्सीओ पण्णत्ताओ।।
देवाणं ठिई- अभितरियाए परिसाए बारस सागरोवमाइंसत्तपलिओवमाइंठिई पण्णत्ता, मज्झिमियाए परिसाए बारस सागरोवमाइंछच्चपलिओवमाइंठिई पण्णत्ता, बाहिरियाए परिसाए बारस सागरोवमाइंपंच पलिओवमाइंठिई पण्णत्ता। ભાવાર્થ :- લાંતક ઇન્દ્રની પણ ત્રણ પરિષદ છે યાવત આત્યંતર પરિષદમાં બે હજાર દેવો, મધ્યમ પરિષદમાં ચાર હજાર દેવો અને બાહ્ય પરિષદમાં છ હજાર દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ બાર સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ બાર સાગરોપમ અને છપલ્યોપમની અને બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ બાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. | १२ महासुक्कस्सवि जावतओ परिसाओ जाव अभितरियाए एगं देवसहस्सं,