________________
પ્રતિપત્તિ-૩: વૈમાનિક દેવાધિકાર
૬૦૩]
ઓળખાણ થાય છે. તે ચિહ્ન આ પ્રમાણે છે– (૧) મૃગ (૨) મહિષ (૩) વરાહ (૪) સિંહ (૫) બકરો (૬) દર (૭) અશ્વ (૮) ગજરાજ (૯) ભુજંગ (૧૦) ગેંડો (૧૧) વૃષભ અને (૧૨) વિડિમ-મૃગ. દેવોનું સ્વરૂપ-તે દેવો ઉત્તમ અને સુખદ વૈક્રિય શરીરધારી, શ્રેષ્ઠ વસ્ત્ર અને આભૂષણોને ધારણ કરનારા, મહર્તિક, મહાધુતિમાન, મહાયશસ્વી, મહાબલી, મહાનુભાગ, મહાસુખી, હારથી સુશોભિત વક્ષ:સ્થળવાળા છે. કડા અને બાજુબંધના કારણે ખંભિત ભુજાવાળા તથા કપોલસ્થલને સ્પર્શ કરતાં અંગદ, કુંડળ કર્ણપીઠમાં ધારણ કરનારા, હાથોમાં વિવિધ આભૂષણોના ધારક અને મસ્તક પર વિસ્મયકારી પુષ્પમાળાઓથી શોભાયમાન છે. તેઓ કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો તથા કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપન ધારણ કરે છે. તેઓનું શરીર તેજથી દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણ, દિવ્યગંધ, દિવ્યરસ, દિવ્યસ્પર્શ, દિવ્યસંહનન,દિવ્યસંસ્થાન, દિવ્યઋદ્ધિ, દિવ્યધુતિ, દિવ્યપ્રભા, દિવ્યછાયા, દિવ્યઅર્ચિ (જ્યોતિ), દિવ્ય તેજથી, દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત (પ્રકાશિત) અને પ્રભાસિત કરતાં પોતપોતાના લાખો વિમાનાવાસોનું, હજારો સામાનિક દેવોનું, ત્રાયશ્ચિંશક દેવોનું, લોકપાલ દેવોનું, સપરિવાર અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિ દેવોનું, હજારો આત્મરક્ષક દેવોનું તથા અન્ય ઘણાં વૈમાનિક દેવો તથા દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, આજ્ઞેશ્વરત્વ તથા સેનાપતિત્વ કરતાં-કરાવતાં અને પાલન કરતાં-કરાવતાં મહાન નાર્ય, ગીત તથા કુશળ વાદકો દ્વારા વગાડાતાં વીણા, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ આદિ વાદ્યોના ધ્વનિની સાથે દિવ્ય શબ્દાદિ કામભોગોને નિરંતર ભોગવતાં વિચરણ કરે છે. વૈમાનિક દેવોની પરિષદ અને સ્થિતિ - | २ सक्कस्सणंभंते ! देविंदस्स देवरण्णो कइ परिसाओ पण्णत्ताओ? गोयमा !तओ परिसाओपण्णत्ताओ,तंजहा-समिया चंडाजाया। अभितरिया समिया, मज्झिमिया વા, વાણિરિયાનાય I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી પરિષદ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ પરિષદ છે– સમિતા, ચંડા અને જાયા. આત્યંતર પરિષદને સમિતા, મધ્યમ પરિષદને ચંડા અને બાહ્ય પરિષદને જાયા કહે છે. | ३ सक्कस्सणं भंते ! देविंदस्सदेवरण्णो अभितरियाए परिसाए कइ देवसाहस्सीओ पण्णत्ताओ? मज्झिमियाए परिसाएतहेव बाहिरियाए पुच्छा?
गोयमा !सक्कस्सदेविंदस्सदेवरण्णोअभितरियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ,मज्झिमियाएपरिसाए चउद्दसदेवसाहस्सीओपण्णत्ताओ,बाहिरियाएपरिसाए सोलसदेवसाहस्सीओपण्णत्ताओ;तहाअभितरियाएपरिसाएसत्तदेवीसयाणि,मज्झिमियाए छच्च देवीसयाणि, बाहिरियाए पंच देवीसयाणि पण्णत्ताई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રની આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવો છે? તેમજ મધ્યમ અને બાહ્ય પરિષદમાં કેટલા હજાર દેવો છે?
ઉત્તર-હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્રની આત્યંતર પરિષદમાં બાર હજાર દેવો, મધ્યમ પરિષદમાં