________________
[ ૬૦૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વિમાનોનું સ્થાન – વૈમાનિક દેવોના વિમાનો ઊર્ધ્વલોકમાં છે. તે વિમાનો કેટલી ઊંચાઈએ સ્થિત છે તેના ચોક્કસ માપનું કથન સૂત્રમાં ઉપલબ્ધ નથી. પરંતુ ગ્રંથોના આધારે તથા પરંપરાગત થોકડા પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિભાગથી દોઢ રજૂ અર્થાત્ અસંખ્ય ક્રોડાકોડ યોજન ઊંચે સૌધર્મ અને ઈશાન નામના બે દેવલોક છે. પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા, તે બંને દેવલોક અર્ધ ચંદ્રાકારે સ્થિત છે. તે બંને દેવલોકોનો ભૂમિભાગ એક જ હોવાથી તે બંને મળીને પૂર્ણ ચંદ્રાકાર થાય છે. મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં સૌધર્મ દેવલોક છે, તેમાં બત્રીસ લાખ વિમાનો છે અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક છે. તેમાં અઠયાવીસ લાખ વિમાનો છે. આ બંને દેવલોક અસંખ્ય ક્રોડાકોડી યોજન પ્રમાણ લાંબા-પહોળા છે.
ત્યાંથી ૧ રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી અઢી રજુની ઊંચાઈએ સનકુમાર અને મહેન્દ્ર નામના બે દેવલોક છે. સૌધર્મદેવલોકની બરાબર ઉપર દક્ષિણ દિશામાં સનસ્કુમાર અને ઈશાન દેવલોકની બરાબર ઉપર ઉત્તર દિશામાં માહેન્દ્ર દેવલોક છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળા, તે બંને દેવલોક અર્ધ ચંદ્રકારે સ્થિત છે અને બંને મળીને પૂર્ણ ચંદ્રાકાર થાય છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ અને ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે.
ત્યાંથી પોણો રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી સવા ત્રણ રજ્જુની ઊંચાઈએ ત્રીજા અને ચોથા દેવલોકની બરાબર મધ્યમાં તેનાથી ઉપર પૂર્ણ ચંદ્રાકારે પાંચમો બ્રહ્મલોક દેવલોક છે તેમાં ચાર લાખ વિમાનો છે. ત્યાંથી પા-પા રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી ક્રમશઃ સાડા ત્રણ, પોણા ચાર અને ચાર રજ્જુની ઊંચાઈએ ક્રમશઃ છઠ્ઠો લાંતક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસાર દેવલોક છે. તે ત્રણે ય દેવલોક પૂર્ણ ચંદ્રાકારે છે. તેમાં ક્રમશઃ ૫૦,૦૦૦, ૪૦,૦૦૦ અને ૬,૦૦૦ વિમાનો છે.
ત્યાર પછી અર્ધા રજુ ઉપર અર્થાત્ સમૂભમિથી સાડાચાર રજુની ઊંચાઈએ દક્ષિણ દિશામાં નવમો આનત અને ઉત્તર દિશામાં દશમો પ્રાણત દેવલોક છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ પહોળા છે. આ બંને દેવલોક અર્ધચંદ્રાકારે સમાન સપાટી પર સ્થિત છે, તેથી બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે. તે બંનેના મળીને ચારસો વિમાનો છે. તે બંને દેવલોકની ઉપર અરજૂની ઊંચાઈએ અર્થાતુ સમભૂમિથી પાંચ રજુએ ક્રમશઃ અગિયારમો આરણ અને બારમો અય્યત દેવલોક છે. તે બંને દેવલોક પણ અર્ધચંદ્રાકારે સમાન સપાટી પર સ્થિત છે, તેથી બંને મળીને પૂર્ણ ચંદ્રકાર થાય છે. તે બંનેના કુલ ત્રણસો વિમાનો છે.
ત્યાંથી એક રજૂ ઉપર અર્થાતુ સમભૂમિથી છ રજૂની ઊંચાઈએ ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે. તેમાં પ્રથમ ત્રિકમાં ૧૧૧ વિમાનો, બીજી ત્રિકમાં ૧૦૭ વિમાનો અને ત્રીજી ત્રિકમાં 100 વિમાનો છે, કુલ મળીને નવરૈવેયકમાં ૩૧૮ વિમાનો છે.
ત્યાંથી એક રજુ ઉપર અર્થાત્ સમભૂમિથી ૭ રજ્જુની ઊંચાઈએ પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં મધ્યમાં એક લાખ યોજન વિસ્તત ગોળાકારે સર્વાર્થસિદ્ધ વિમાન અને ચારે દિશામાં ચાર અનુત્તર વિમાનો ત્રિકોણાકારે છે.
આ રીતે ૮૪,૯૭,૦૨૩(ચોરાસી લાખ સત્તાણું હજાર ત્રેવીસ) વૈમાનિક દેવોના વિમાન થાય છે. વિમાનોનું સ્વરૂપ- તે વિમાનો સર્વ રત્નમય સ્ફટિક સમાન સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ ઘસેલા, રજરહિત, નિર્મળ, પંકરહિત, નિરાવરણ કાંતિવાળા, તેજયુક્ત, શ્રી સંપન્ન, ઉદ્યોતસહિત, પ્રસન્નતાજનક, દર્શનીય, રમણીય, રૂપ સંપન્ન અને અપ્રતિમ સુંદર છે. તેમા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓ નિવાસ કરે છે. દેવોના ચિહ બાર દેવલોક સુધી દેવોના મુગટ પર ક્રમશઃ ચિહ્ન હોય છે. ચિહ્ન દ્વારા તે તે દેવોની