________________
प्रतिपत्ति- उ : भ्योतिषी हेवाधिद्वार
૧૯૫
माणवगंसि चेइयखंभंसि वइरामएसु गोलवट्टसमुग्गएसु बहुयाओ जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति । ताओ णं चंदस्स जोइसिंदस्स जोइसरण्णो अण्णेसिं च बहूणं जोइसियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ जावपज्जुवासणिज्जाओ । तासि पणिहाय णो पभूणं चंदे जोइसिंदे जोइसराया जाव भुंजमाणे विहरित्तए । से एएणट्टेणं गोयमा ! णो पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसर विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि तुडिएण सद्धिं दिव्वाइं भोगभोगाइ भुंजमाणे विहरित्तए ।
अदुत्तरं च णं गोयमा पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसए विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं जाव सोलसहिं आयरक्खदेवसाहसीहिं अण्णेहिं बहूहिं जोइसिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे महया हय-पट्ट गीय-वाइय-तंती-तलताल-तुडिय- घण-मुइंग- पडुप्पाइयरवेणं दिव्वाइंभोगभोगाइ भुंजमाणे विहरित्तए, केवलं परियारिड्डि णो चेव णं मेहुणवत्तियं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં શું સુધર્મા સભામાં ચંદ્ર નામના સિંહાસન ઉપર અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગનું સેવન કરી શકે છે ? ઉત્તરहे गौतम! तेभ राज्य नथी.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્ર નામના સિંહાસન પર અંતઃપુર સાથે દિવ્ય ભોગોપભોગનું સેવન કરતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં માણવક ચૈત્યસ્તંભ પર વજ્રમય ગોળ ડબ્બીઓમાં ઘણી જિન અસ્થિઓ છે. તે જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર અને બીજા ઘણાં જ્યોતિષી દેવો અને દેવીઓને માટે પૂજનીય યાવત્ પર્યુપાસનીય છે. એ હેતુથી હે ગૌતમ ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષ રાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન ઉપર દેવી પરિવાર સાથે ભોગ સેવન કરતા નથી.
તેમજ હે ગૌતમ ! જ્યોતિષ્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર, ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં ચંદ્ર સિંહાસન ઉપર પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવત્ સોળ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા ઘણા જ્યોતિષી દેવો અને દેવીઓ સાથે ઘણા નૃત્ય, ઉચ્ચ સ્વરથી ગવાતા ગીત, વાજિંત્રોના નાદ, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિને વગાડવાથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ દિવ્ય ભોગોપભોગ કરી શકે છે, પરંતુ મૈથુન પ્રત્યયિક ક્રિયા કરતા નથી.
२५ सूरस्सणं भंते! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
गोयमा ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - सूरप्पभा, आयवाभा, अच्चिमाली, पभंकरा । एवं अवसेसं जहा चंदस्स णवरिं सूरवडेंसए विमाणे सूरसि सीहासणंसि । तहेव सव्वेसिं गहाईणं चत्तारि अग्गमहिसीओ, त जहा - विजया वेजयंती जयंती अपराइया तेसिं पि तहेव ।