________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર ઃ- સમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે તારામંડળ મેરુને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. જંબુદ્રીપના નિષધ અને નીલવાન પર્વત ૪૦૦ યોજન ઊંચા છે અને તેના ફૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે. આ રીતે કુલ ઊંચાઈ ૯૦૦ યોજનની થાય છે. તેથી તારાઓની વચ્ચે તે પર્વત આવે છે તેથી તે અંતર વ્યાઘાતિક કહેવાય છે.
૫૯૪
નિષધ પર્વત અને નીલવાન પર્વતના ફૂટની બંને બાજુ ૮-૮ યોજન છોડીને પછી તારાવિમાન હોય છે અર્થાત્ ફૂટથી ૮-૮ યોજન દૂર તારા વિમાન હોય છે. આ કૂટો ઉપર ૨૫૦ યોજન પહોળા છે. તેથી ૨૫૦ + ૮ + ૮ = ૨૬૬ યોજનનું જઘન્ય વ્યાઘાતિક અંતર તારાઓ વચ્ચે જાણવું.
જંબુદ્રીપની મધ્યમાં મેરુપર્વત સ્થિત છે. તે ૯૯,૦૦૦ યોજન ઊંચો છે. ૭૯૦ યોજન ઊંચે તારા મંડળ પરિભ્રમણ કરે છે. સામસામી દિશામાં રહેલા તારાઓની વચ્ચે મેરુપર્વતનું વ્યવધાન આવે છે. ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ પર્વતના વ્યાસમાં, લંબાઈ પહોળાઈમાં ખાસ ફેર હોતો નથી. તેથી ૭૯૦ યોજનની ઊંચાઈએ મેરુ ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ ધરાવે છે. તારાઓ મેરુથી ૧,૧૨૧ યોજન દૂર રહી ભ્રમણ કરે છે, તેથી મેરુપર્વતથી એક દિશામાં ૧૧૨૧ યોજન દૂર તારામંડળનું ભ્રમણ છે. તેવી જ રીતે સામી દિશામાં પણ ૧૧૨૧ યોજન દૂર તારામંડળ ભ્રમણ કરે છે. વચ્ચે મેરુપર્વતની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન અને બંને બાજુનું અંતર ૧૧ર૧ + ૧૧૨૧ = ૧૨,૨૪૨ યોજનનું મેરુપર્વતથી વ્યાઘાતિક ઉત્કૃષ્ટ અંતર જાણવું. જ્યોતિષી દેવોની અગ્રમહિષીઓ તથા ભોગ મર્યાદા :
२३चंदसणं भंते! जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
गोयमा ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तंजहा - चंदपभा दोसिणाभा अच्चिमाली पभंकरा । एत्थ णं एगमेगाए देवीए चत्तारि चत्तारि देविसहस्सा परिवारो पण्णत्ता । पभू ओमेगा देवी अण्णाइं चत्तारि चत्तारि देविसहस्साइं परिवारं विउवित्तए । एवमेव सपुव्वावरेणं सोलस देविसाहस्सीओ पण्णत्ताओ, से तं तुडियं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જ્યોતિષ્યેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ–મુખ્ય દેવીઓ છે?
ઉત્તર– હે ગૌતમ ! ચાર અગ્રમહિષીઓ છે, જેમ કે ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. તે દરેક અગ્રમહિષીઓને બીજી ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓની વિપુર્વણા કરી શકે છે. આ પ્રમાણે સર્વમળીને સોળ હજાર દેવીઓનો પરિવાર થઈ જાય છે. આ ચંદ્ર દેવનું તુટિત—અંતઃપુર છે.
२४ भूणं भंते ! चंदे जोइसिंदे जोइसराया चंदवडिसए विमाणे सभाए सुहम्माए चंदसि सीहासंणसि तुडिएण सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए ? णो इणट्ठे समट्ठे ।
सेकेणणं भंते! एवं वच्चइ - णो पभू चंदे जोइसिंदे जोइसराया चंदवडेंसए विमाणे सभाए सुहम्माए चंदंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाइ भुंजमाणे विहरित्तए ?
गोयमा ! चंदस्स जोइसिंदस्स जोइसरण्णो चंदवर्डेसए विमाणे सभाए सुहम्माए