________________
પ્રતિપત્તિ-૩ : જ્યોતિષી દેવાધિકાર
ભાવાર્થ:- તે જ રીતે તારાવિમાનનું બે હજાર દેવો વહન કરે છે. પાંચસો-પાંચસો દેવો ચારેય દિશાઓથી તારા વિમાનનું વહન કરે છે.
વિવેચન :
=
પ્રસ્તુત સૂત્રોમાં જ્યોતિષ્ક વિમાનના વાહક દેવોની સંખ્યા અને દેવોના દિવ્ય સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે.
ચંદ્ર આદિ જ્યોતિષી દેવો શક્તિસંપન્ન હોય છે. તેઓ અન્યના આલંબન વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાન વાહક દેવોની જરૂર નથી પરંતુ તેઓના આભિયોગિક–સેવક દેવો તથા પ્રકારના નામ કર્મના ઉદયે આભિયોગિક-દાસપણું પ્રાપ્ત કરે છે, તેથી તે ઉત્તમ, તુલ્ય કે હીન જાતિવાળા આભિયોગિક દેવો વિમાનોનું વહન કરે છે.
તે દેવો પોતાનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તે વિમાનોની નીચે રહે છે. મહતિક દેવોના સેવક-નોકર થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ, ગજ અને અશ્વના રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનોનું વહન કરે છે.
જ્યોતિ વિમાનના વાઢક દેવો –
ક્રમ
દેવ વિમાન
૧
ચંદ્ર વિમાન
ર
સૂર્ય વિમાન
3
ગ્રહ વિમાન
૪
નક્ષત્ર વિમાન
૫ તારા વિમાન
વાહક દેવો
સંખ્યા
૧૬,૦૦૦
૧૬,૦૦૦
2,000
૪,૦૦૦
૨,૦૦૦
પૂર્વ દિશાવર્તી દક્ષિણ દિશાવર્તી પશ્ચિમ દિશાવર્તી સિંહરૂપ ધારી | ગજરૂપ ધારી દેવ | વૃષભરૂપ ધારી
દેવો
દેવો
દૈવી
૫૧
૪,૦૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૪,૦૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
૪,૦૦૦
૪,૦૦૦
૨,૦૦૦
૧,૦૦૦
૫૦૦
ઉત્તર દિશાવર્તી અરૂપ ધારી
દેવો
૪,૦૦૦
૪,૦૦૦
૨,૦૦૦
1,000
૫૦૦
જ્યોતિષી દેવોની ગતિ ઃ
२० एएसिं णं भंते ! चंदिम-सूरिय-गह-णक्खत्त-तारारूवाणं कयरे कयरेहिंतो सिग्घगई वा मंदगई वा ?
गोयमा ! चंदेहिंतो सूरा सिग्घगई, सूरेहिंतो गहा सिग्घगई, गहेहिंतो णक्खत्ता सिग्घगई, णक्खत्तेहिंतो तारा सिग्घगई। सव्वप्पगइ चंदा, सव्वसिग्बगइओ तारारूवे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી શીઘ્ર ગતિવાળા છે અને કોણ કોનાથી મંદગતિવાળા છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય શીઘ્ર ગતિવાળા છે. સૂર્ય કરતાં ગ્રહ શીઘ્ર ગતિવાળા છે. ગ્રહ કરતાં નક્ષત્ર શીઘ્ર ગતિવાળા છે અને નક્ષત્ર કરતાં તારાઓ શીઘ્રગતિવાળા છે. ચંદ્રની ગતિ સર્વથી મંદ છે અને તારાઓની ગતિ સર્વથી તીવ્ર છે.