________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તેઓની આખ હિરમેલ નામક વનસ્પતિની ખીલેલી કળીઓ જેવી હોય છે. તેઓની ગતિ ચંચુ-કુટિલ અથવા પોપટની ચાંચ જેવી વક્ર (પગ ઊંચો કરી નીચે મૂકે ત્યારે પગ વાંકા થાય છે, તેથી તેમની ગતિ ક્રિયાને વક્ર કહી છે), લલિત-વિલાસ યુક્ત, પુલકિત-આનંદ ઉપજાવનારી, તથા ચલ(વાયુ) જેવી અતિચંચળ હોય છે. તેઓની ચાલ ખાડાનું ઉલ્લંઘન કરવામાં, કૂદવામાં, દોડવામાં, ગતિની ચતુરાઈમાં, ત્રણ પગ પર ઊભા રહેવામાં જયશાળી અને અભ્યસ્ત હોય છે. તેઓ ગળામાં ડોલતા, સુરમ્ય આભૂષણો ધારણ કરી રાખે છે. તેઓના બંને પાર્શ્વભાગ (પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા તથા સુજાત હોય છે. તેઓનો કટિભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેઓના લટકતા ચામર–પૂંછડાના વાળ લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેઓની રૂંવાટી અતિસૂક્ષ્મ-પાતળી, સુજાત-દોષ વર્જિત, સ્નિગ્ધ-સુંવાળી અને ચમકતી હોય છે. તેઓની કેશરાળ મૃદુ, વિશદ્, ઉજ્જવળ, પાતળી, પ્રશસ્ત, શ્રેષ્ઠ વર્ણવાળી અને શોભનીય હોય છે. તેઓ કપાળ પર આભલાયુક્ત આભરણ ધારણ કરે છે. તેઓ મુખાભરણ– લાંબા ગુચ્છા(ફૂમકાદિ) શરીર પર યથાસ્થાને ધારણ કરે છે અને સ્થાસક-દર્પણાકાર આભરણ કટિપ્રદેશ ઉપર ધારણ કરે છે, તેથી કટિપ્રદેશ સુશોભિત લાગે છે. તેઓની ખરી, જીભ અને તાળવું તપ્ત સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓની લગામ તપનીય સુવર્ણની હોય છે. તેઓની ગતિ સ્વૈચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિતીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના હણહણાટના મધુર અવાજથી આકાશ ગાજી ઉઠે છે તથા દિશાઓ સુશોભિત થાય છે. તેવા ૪,૦૦૦ અશ્વરૂપધારી દેવો ચંદ્રને ઉત્તર બાજુથી વહન કરે છે.
૫૯૦
१६ एवं सूरविमाणस्स वि पुच्छा ? गोयमा ! सोलस देवसाहस्सीओ परिवहंति पुव्वकमेणं । ભાવાર્થ :- સૂર્ય વિમાનના વિષયમાં પણ આ જ રીતે પૃચ્છા કરવી. હે ગૌતમ ! સોળ હજાર દેવો સૂર્ય વિમાનનું વહન કરે છે. તેનું કથન ચંદ્ર વિમાન પ્રમાણે જાણવું.
१७ एवं हविमाणस वि पुच्छा ? गोयमा ! अट्ठ देवसाहस्सीओ परिवहति पुव्वकमेणं । दो देवाणं साहस्सीओ पुरत्थिमिल्लं बाहं परिवहंति, दो देवाणं साहस्सीओ दक्खिणिल्लं, दो देवाणं साहस्सीओ पच्चत्थिमिल्लं, दो देवसाहस्सीओ उत्तरिल्लं बाहं परिवहंति । ભાવાર્થ:- પ્રશ્ન− તે જ રીતે ગ્રહ વિમાનના વિષયમાં પ્રશ્ન કરવો. ઉત્તર હે ગૌતમ ! આઠ હજાર દેવો ગ્રહ વિમાનનું વહન કરે છે. બે હજાર દેવો પૂર્વ દિશાથી, બે હજાર દેવો દક્ષિણ દિશાથી, બે હજાર દેવો પશ્ચિમ દિશાથી અને બે હજાર દેવો ઉત્તર દિશાથી ગ્રહ વિમાનનું વહન કરે છે.
१८ एवं णक्खत्तविमाणस्स वि पुच्छा ? गोयमा ! चत्तारि देवसाहस्सीओ परिवहंति सीहरूवधारीणं देवाणं दस देवसया पुरत्थिमिल्लं बाहं परिवहंति एवं चउद्दिसिं ।
ભાવાર્થ:- પ્રશ્ન- તે જ રીતે નક્ષત્ર વિમાનની પૃચ્છા કરવી. ઉત્તર– હે ગૌતમ ! ચાર હજાર દેવો નક્ષત્ર વિમાનનું વહન કરે છે. એક હજાર દેવો સિંહનું રૂપ ધારણ કરીને પૂર્વ દિશા તરફથી વહન કરે છે. આ પ્રમાણે ચારે ય દિશાઓથી એક-એક હજાર દેવો નક્ષત્ર વિમાનનું વહન કરે છે.
१९ एवं तारगाव णवरं दो देवसाहस्सीओ परिवहंति, सीहरूवधारीणं देवाणं पंचदेवसया पुरत्थिमिल्लं बाहं परिवहंति एवं चउद्दिसिं ।