________________
પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર
[ ૫૮૯ ]
(ગળાની નીચેનો ગોદડી જેવો ભાગ) ચલચપલ-ડોલતો હોય છે અને તેના કારણે તે વૃષભ રૂપધારી દેવો સોહામણા લાગે છે. તેઓના હોઠ લોઢાના હથોડાના જેવા મજબૂત, સુબદ્ધ(શિથિલ ન હોય તેવા), પ્રશસ્ત લક્ષણયુક્ત અને કંઈક અંશે નીચે તરફ નમેલા હોય છે. તેઓની ગતિ કુટિલ, વિલાસયુક્ત, ગર્વિત અને ચંચળ હોય છે. તેઓના બંને પાર્થભાગ(પડખા) નીચે તરફ નમેલા, દેહોચિત પ્રમાણવાળા અને સુજાતજન્મથી ખોડરહિત હોય છે. તેમનો કટીભાગ- કમરનો ભાગ પુષ્ટ, ગોળ અને સુંદર આકારવાળો હોય છે. તેમના લટકતા ચામર(પૂંછડીના વાળ) લાંબા, લક્ષણોપેત, યથોચિત પ્રમાણવાળા અને રમણીય હોય છે. તેમની બને ખરી તથા પૂછના વાળો પરસ્પર સમાન હોય છે. તેઓના શિંગડા સાથે જ ઘડાયા હોય તેમ એક સરખા, અણિયાળા અને પ્રમાણોપેત હોય છે. તેમની રૂવાટી પાતળી, સુજાત, સ્નિગ્ધ, સુંવાળી અને મોહક ચમકવાળી હોય છે. તેઓનો સ્કંધપ્રદેશ(ખંધ) પુષ્ટ, માંસલ, વિશાળ-ભાર વહનમાં સમર્થ, પરિપૂર્ણ હોય છે. તેના દ્વારા દેવરૂપ વૃષભો સુંદર દેખાય છે. તેમના લોચન વૈડુર્યમણિમય અને અતિશય શોભનીય હોય છે. તેમનું ગળું યથોચિત પ્રમાણથી યુક્ત, પ્રધાન લક્ષણોથી સંપન્ન, પ્રશસ્ત અને રમણીય ઝારક નામના આભરણવિશેષથી સુશોભિત હોય છે. તેમનું શબ્દાયમાન = રણકતું ઘરઘરકનામનું કંઠનું આભૂષણ તેઓના કંઠને સુશોભિત કરે છે. અનેક પ્રકારના મણિ, સુવર્ણ, રત્નોથી સુનિર્મિત ઘંટડીઓની માળા તેઓના વક્ષ:સ્થળ પર બાંધવામાં આવે છે. શ્રેષ્ઠ ઘંટાઓની માળાથી તેઓનું ગળું ઉજ્જવલ લાગે છે. તેઓની શોભા અખંડિત, અનુપમ ગંધયુક્ત પદ અને ઉત્પલોની માળાથી વધુ શોભાયમાન બને છે. તેમની ખરી વજમયી હોય છે, તેમની વિચખરી(ખરીની ઉપરનો ભાગ) મણિ, કનક આદિ અનેક પ્રકારનો હોય છે. તેઓના દાંત સ્ફટિકમય હોય છે. તેઓના જીભ અને તાળવા તપનીય સુવર્ણ જેવા લાલ હોય છે. તેઓનું જત–નથ તપનીય સુવર્ણમયી હોય છે. તેઓની ગતિ સ્વેચ્છાનુસારી, સુખજનક, મન જેવી વેગવંતી, મનોરમ, મનોહર અને અતિ તીવ્ર હોય છે. તેઓનું બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ અપરિમિત હોય છે. તેઓના મહા ગંભીર, મનોહર અવાજથી આકાશ ગાજી ઊઠે છે અને દિશા સુશોભિત થાય છે. એવા ૪,000 વૃષભ રૂપધારી દેવો ચંદ્રને પશ્ચિમ બાજુથી વહન કરે છે. | १५ चंदविमाणस्सणं उत्तरेणं सेयाणं सभगाणं सप्पभाणंतरमल्लिहायणाणं हरिमेलमउल-मल्लियच्छाणंचंचुच्चिय-ललिय-पुलिय-चलचवलचंचलगईणलंघण-वग्गणधावणधोरण तिवझ्जइण सिक्खियगईणंललतलासगललायवर भूसणाणंसण्णयपासाणं संगयपासाणंसुजायपासाणंपीवरवट्टियसुसंठियकडीणं ओलंबपलंब लक्खणपमाणजुत्त रमणिज्जवालपुच्छाणतणुसुहुमसुजायणिद्धलोमच्छविहराणमिउविसय-सुहुमलक्खणपसत्थविकिण्ण-केसरावलिधराण,ललंतथासग-ललाङवर-भूसणाणंमुहमडगओचूलग चामर-थासग-परिमंडिय-कडीणंतवणिज्जखुराणंतवणिज्जजीहाणंतवणिज्जतालुयाणं तवणिज्जजोत्तगसुजोइयाणंकामगमाणंपीइंगमाणंमणोगमाणंमणोरमाणंअमियगईणं अमियबलवीरियपुरिसक्कास्परक्कमाणमहयाहय हेसिय किलकिलाइयरवेणंमणहरेणपूता अंबर, दिसाओ यसोभयंता चत्तारि देवसाहस्सीओ हयरूवधारीणं देवाणं उत्तरिल्लं बाहं પરિવતિ ભાવાર્થ :- (અશ્વરૂપધારી ૪,000 આભિયોગિક દેવો ચંદ્રવિમાનને ઉત્તર બાજુથી વહન કરે છે.) તે અશ્વ પધારી દેવો શ્વેતવર્ણી, જનપ્રિય અને વિલક્ષણ તેજવાળા હોય છે. તેઓ યૌવનશાળી હોય છે.