________________
[ ૫૯૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| २१ एएसिणं भंते !चंदिम जावतारारूवाणंकयरेकयरेहितो अप्पिड्डिया वा महिड्डिया वा?गोयमा !तारारूवेहितोणक्खत्तामहिड्डिया,णक्खत्तेहितोगहा महिड्डिया,गहेहिंतोसूरा महिड्डिया, सूरेहिंतो चंदा महिड्डिया। सव्वप्पिड्डियातारारूवा,सव्व महिड्डिया चंदा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્ર યાવત તારારૂપ દેવોમાં કોણ કોનાથી અલ્પઋદ્ધિવાળા છે અને કોણ કોનાથી મહાઋદ્ધિવાળા છે. ઉત્તર- હે ગૌતમ! તારારૂપ દેવો કરતાં નક્ષત્રના દેવો મહાઋદ્ધિવાળા છે. નક્ષત્રના દેવો કરતાં ગ્રહ દેવો મહાઋદ્ધિવાળા છે. ગ્રહના દેવો કરતાં સૂર્યના દેવો મહાદ્ધિવાળા છે અને સુર્યના દેવો કરતાં ચંદ્રના દેવો મહાદ્ધિવાળા છે. સર્વથી અલ્પ ઋદ્ધિવાળા તારારૂપ દેવો છે અને સર્વથી મહાઋદ્ધિવાળા ચંદ્રના દેવો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના જ્યોતિષી દેવોની ગતિ અને ઋદ્ધિના અલ્પબદુત્વનું નિરૂપણ છે.
પાંચ પ્રકારના જ્યોતિષી દેવોમાં ચંદ્રવિમાન સર્વથી મોટું છે, ત્યાર પછી ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાના વિમાનો નાના-નાના છે. ચંદ્રની ગતિ સર્વથી મંદ છે અને ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની ગતિ ક્રમશઃ શીઘ્ર-શીધ્રતર છે. પાંચ પ્રકારના જ્યોતિષી દેવોમાં ચંદ્ર મહાઋદ્ધિવાન છે. તારાઓ વચ્ચેનું અંતર :| २२ जंबुद्दीवेणं भंते !दीवेतारारूवस्सतारारूवस्स एसणं केवइए अबाहाए अंतरे पण्णते? गोयमा ! दुविहे अंतरे पण्णत्ते,तं जहा- वाघाइमे य णिव्वाघाइमे य ।
तत्थ णंजे सेवाघाइमेसेजहण्णेणं दोण्णि य छावढे जोयणसए उक्कोसेणं बारस जोयणसहस्साइंदोण्णि बायाले जोयणसएतारारूवस्स तारारूवस्सय अबाहाए अंतरे पण्णत्ते । तत्थ णंजे से णिव्वाघाइमेसेजहण्णेणं पंचधणुसयाई उक्कोसणंदो गाउयाई तारारूवस्सतारारूवस्स अंतरे पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જંબૂદ્વીપમાં એક તારાથી બીજા તારા વચ્ચે કેટલું અંતર છે?
ઉત્તર-હે ગૌતમ! તે અંતર બે પ્રકારના છે– (૧) વ્યાઘાતિક અંતર-બે તારાઓ વચ્ચે પર્વતાદિનો વ્યાઘાત હોય તેવું અંતર (૨) નિર્લાઘાતિક અંતર–બે તારાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો વ્યાઘાત ન હોય તેવું અંતર. તેમાં બે તારાઓ વચ્ચેનું વ્યાઘાતિક અંતર જઘન્ય ર યોજન અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨(બાર હજાર, બસો બેતાલીસ) યોજનાનું અને નિવ્યાઘાતિક અંતર જઘન્ય પાંચસો ધનુષ્ય અને ઉત્કૃષ્ટ બે ગાઉ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પરિભ્રમણ કરતાં બે તારા વિમાનોના અંતરને સ્પષ્ટ કર્યું છે. તારાઓ વચ્ચેનું નિર્ચાઘાતિક અંતર :- એક તારાથી બીજા તારાની વચ્ચે પર્વતાદિનું વ્યવધાન ન હોય તો તે નિર્વાઘાતિક અંતર કહેવાય છે. તે અંતર જઘન્ય ૫૦૦ ધનુષ્ય અને ઉત્કૃષ્ટ ૨ ગાઉનું હોય છે.