________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ચંદ્ર અને સૂર્ય બંને ઇન્દ્રરૂપ છે. તેને ચાર ચાર અગ્રમહિષીઓ છે. એક અગ્રમહિષી દેવી અન્ય ૪૦૦૦ દેવીઓની વિપુર્વણા કરી શકે છે. એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. તે દેવો પોતાના પરિવાર સહિત સુધમાં સભામાં પાંચે ઇન્દ્રિયના સુખને ભોગવે છે.
૫૭.
બે તારાઓનું અંતર– બે તારાઓનું પરસ્પર અંતરનિર્વ્યાઘાતની અપેક્ષાએ જઘન્ય ૫૦૦ ધનુષનું, ઉત્કૃષ્ટ બે ગાઉનું છે. પર્વત, ફૂટ આદિના વ્યાઘાતની અપેક્ષાએ જઘન્ય ૨૬૬ યોજન, ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજનનું
અંતર છે.
આ રીતે મધ્યલોકમાં જ્યોતિષી દેવો પ્રકાશ કરે છે.
܀܀܀܀܀