________________
'પ્રતિપત્તિ-૩ઃ જ્યોતિષી દેવાધિકાર
૫૭૭.
પ્રતિપત્તિ – ૩
જ્યોતિષી દેવાધિકાર સંક્ષિપ્ત સાર રાત્રી
ની પ્રસ્તુત પ્રકરણમાં જ્યોતિષીદેવો સંબંધી અનેક વિષયોનું વર્ણન છે. જ્યોતિષી દેવો- તેના પાંચ પ્રકાર છે– ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. સમપૃથ્વીથી ઉપર ૭૯૦ યોજનથી ૯00 યોજન પર્વતના ૧૧૦ યોજનના ક્ષેત્રમાં અને તિરછા અસંખ્યાત યોજનમાં અસંખ્યાત જ્યોતિષી દેવોના વિમાનો છે.
સમપૃથ્વીથી ૮00 યોજનની ઊંચાઈએ સૂર્યના વિમાન, ત્યાંથી ૮૦ યોજનની ઊંચાઈએ ચંદ્રના વિમાન છે. શેષ નક્ષત્રો, ગ્રહો અને તારાઓના વિમાન ૧૧૦ યોજનના ક્ષેત્રમાં ઉપર નીચે ગમે ત્યાં નિશ્ચિત સ્થાને હોય છે. જ્યોતિષી દેવોના વિમાનોનું સંસ્થાનાદિ– પાંચે જ્યોતિષી દેવોના વિમાન અર્ધા કોઠાના ફળના આકારે છે. ચંદ્ર વિમાન ૫ક યોજન લાંબુ-પહોળું, સૂર્ય વિમાન ફેંયોજન, ગ્રહ વિમાન અર્ધા યોજન(બે ગાઉ) નક્ષત્ર વિમાન એક ગાઉ અને તારા વિમાન અર્ધા ગાઉ લાંબા-પહોળા ગોળાકારે છે. ચંદ્ર અને સૂર્ય વિમાનનું વહન ૧૬000-1000 દેવો કરે છે. ચારે દિશામાં ૪000-8000 દેવો સિંહ, હાથી, વૃષભ અને અશ્વનું રૂપ ધારણ કરીને તે વિમાનોનું વહન કરે છે. તે જ રીતે ૮૦૦૦દેવો ગ્રહ વિમાનનું, ૪૦૦૦દેવો નક્ષત્ર વિમાનનું અને ૨૦૦૦ દેવો તારા વિમાનનું વહન કરે છે.
જ્યોતિષી દેવોની ગતિ- અઢીદ્વીપની અંદરના જ્યોતિષી દેવો ગતિશીલ છે. તે દેવો નિરંતર મેરુ પર્વતની પ્રદક્ષિણા કરે છે. મેરુપર્વતથી ૧૧ર૧ યોજન દૂરથી તારારૂપ જ્યોતિષી દેવોની ગોળાકાર ગતિનો માર્ગ અર્થાત્ પ્રથમ મંડલનો પ્રારંભ થાય છે. લોકાંતથી ૧૧૧૧ યોજન અંદર સુધી તારાઓનું અંતિમ મંડળ છે. સૂર્ય-ચંદ્રનું પ્રથમ મંડલ મેરુ પર્વતથી ૪૪,૮૨૦ યોજન દૂર છે. અઢીદ્વીપમાં દરેક સૂર્યના ૧૮૪ મંડલ અને દરેક ચંદ્રના ૧૫ મંડલ છે.
ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો પોતાના મંડલ પર જ પરિભ્રમણ કરે છે. સૂર્યની ગતિના આધારે રાત્રિ-દિવસ આદિ વ્યવહારકાલની ગણના થાય છે.
પાંચે જ્યોતિષી દેવોમાં તારાઓની ગતિ અત્યંત શીધ્ર, તેનાથી ક્રમશઃ નક્ષત્ર, ગ્રહ, સૂર્ય અને ચંદ્રની ગતિ મંદ છે. પાંચે દેવોમાં ચંદ્રદેવ અધિક ઋદ્ધિમાન છે. તેનાથી ક્રમશઃ સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવોની ઋદ્ધિ અલ્પ છે.
૨૮ નક્ષત્રોમાં અભિજિત નક્ષત્ર સર્વથી અંદર, મૂળ નક્ષત્ર સર્વથી બહાર, સ્વાતિ સર્વથી ઉપર, ભરણી સર્વથી નીચે ચાલે છે. અઢીદ્વિીપની બહારના જ્યોતિષી દેવો સ્થિર છે.